×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં 47,827 નવા કેસ, 202 દર્દીઓનાં થયા મોત

મુંબઇ, 2 એપ્રિલ 2021 શુક્રવાર

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે 202 લોકોનાં મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 29,04,076 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કુલ 3,89,832 કેસ છે.

આ પહેલા ગુરુવારે રાજ્યમાં 43000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે રાજ્યમાં કોરોના વાયરસના 43,183 નવા કેસ નોંધાયા હતાં.

આ દરમિયાન, મહારાષ્ટ્રના અન્ય શહેરો પણ કોરોનાના ગઢ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં કુલ 8,832 નવા કોવિડ કેસ નોંધાયા છે, તેમજ આ વાયરસથી 5352 લોકો સાજા થઇ ચુક્યા છે. તો, આ વાયરસને કારણે 20 લોકોનાં મોત પણ થઇ ગયા છે. આ સાથે, જ શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક 4,32,192 પર પહોંચી ગયો છે. ત્યાં જ, મુંબઇમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 58,455 પર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય એક નાગપુર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,214 લોકો વાયરસથી સાજા થયા છે. તો, વાયરસને કારણે 60 લોકોના મોત પણ થયા છે. આ સાથે, શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 2,33,776 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાગપુરમાં કોરોનાના કુલ 40,807 એક્ટિવ કેસ છે. તેમજ, વાયરસથી મૃત્યુઆંક પણ 5,281 પર પહોંચી ગયો છે.