×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વ PM એચડી દેવગૌડા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ


- કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોરોનાના નવા 5 ક્લસ્ટરલ  રાજ્યોમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર

દેશના પૂર્વ વડાપ્રધાન અને JDSના નેતા એચડી દેવગૌડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. એચડી દેવગૌડા ઉપરાંત તેમના પત્ની ચેન્નામાને પણ કોરોના થયો છે. 

એચડી દેવગૌડાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'મારી પત્ની ચેન્નામા અને હું કોરોના પોઝિટિવ આવ્યા છીએ. અમે બંને અને પરિવારના અન્ય સદસ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું બધાને વિનંતી કરૂ છું કે, છેલ્લા થોડા દિવસોમાં જે પણ અમારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. પાર્ટીનો કોઈ કાર્યકર પેનિક ન કરે.'

એચડી દેવગૌડાની ઉંમર 87 વર્ષ છે અને તેઓ 1 જૂન, 1996થી લઈને 21 એપ્રિલ, 1997 સુધી દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને હાલ તેઓ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે. 

કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોરોનાના નવા 5ક્લસ્ટરલ  રાજ્યોમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. હાલ કર્ણાટકમાં કોરોનાના 25,000 કરતા પણ વધારે એક્ટિવ કેસ છે જે દેશમાં બીજા ક્રમે છે. કર્ણાટકમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10 લાખ થવા તરફ આગળ વધી રહી છે અને સાથે જ અનેક પ્રતિબંધો પણ લાગુ કરાયા છે.