×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘ઓપરેશન કમળ’ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિરુપ્પાને મોટો ઝટકો, હાઇકોર્ટે તપાસને મંજૂર આપી

બેંગલોર, તા. 31 માર્ચ 2021, બુધવાર

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાને ઓપરેશન કમળ મામલે મોટો ઝટકો લાગ્યો છે. આ મામલે હાઇકોર્ટે તપાસને મંજૂરી આપી છે. આ અંગે જનતા દળ સેક્યુલરના નેતા ગગન ગૌડાના દિકરા શરણ ગૌડાએ ફરિયાદ નોંધાવી છે. કર્ણાટક હાઇકોર્ટે આ એફઆઇઆરને રદ્દ કરવાની માંગ વાળી યાચિકાને ફગાવી છે.

ભાજપના નતા એને મુખ્યમંત્રી યેદિરુપ્પા પર આરોપ લાગ્યો છે કે કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને 2019માં પાડવા માટે તેમણે ષડયંત્ર રચ્યું હતું. આ અંગેનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. જેમાં કથિત રીતે યેદિરુપ્પા એક ધારાસભ્યના દિકરાને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં યેદિરુપ્પા સામે વાળા વ્યક્તિને કહી રહ્યા છે કે તે પોતાના પિતાને રાજીનામુ અપાવે અને પાર્ટી પણ બદલે.

હાઇકોર્ટના નિર્ણય પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે અસૈંવાનીક રીતે બનેલી યેદિરુપ્પા સરકારને હવે જવું જોઇએ અથવા તો યાદિરુપ્પા અને ભાજપ સરકારને બરતરફ કરવી જોઇએ. શું નરન્દ્ર મોદી નૈતિક જવાબદારી વડે કર્ણાકના મુખ્યંત્રીને દૂર કરશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને જેડીએસે દાવો કર્યો હતો કે 2019માં કર્ણાટકમાં ગઠબંધનની સરકાર પાડવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. ત્યારબા હવે ત્રણ વર્ષ બાદ ફરીથી ઓપરેશન કમળ અંગે તપાસ શરુ કરવામાં આવે તેવા આદેશ હઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે.