નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 1.1 ટકા સુધીનો ઘટાડો
- નાના લોકોની આવક ઘટશે, ખર્ચાઓ વધશે...!
- એક વર્ષની એફ.ડી.ના વ્યાજદર 4.4 ટકા કર્યા: 5 વર્ષની એફડીના દર 5.8 ટકા : સરકાર પાસે બજેટ માટે વધુ બોરોઇંગ કરવાનો વિકલ્પ ન હોવાથી વ્યાજના દર ઘટાડી ખર્ચ માટે ભંડોળ ઊભું કર્યું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ : ભારતીય જનતા પક્ષની સરકારે પોસ્ટની નાની બચત યોજનાના ત્રિમાસિક વ્યાજ દરમાં ૦.૪ ટકાથી માંડીને ૦.૯ ટકા સુધીનો જંગી ઘટાડો કરીને બચત પરના વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો માર્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કરી દીધા છે. જોકે ૩૦મી જૂન ૨૦૨૧ના પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પર આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા એટલે કે ૦.૭ ટકા ( સો રૂપિયે ૭૦ પૈસા) ઘટાડી દીધા છે. માસિક આવક યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરી દીધા છે. એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં ૧.૧ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજદર ૩.૫ ટકા કરી દીધા છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર આપવામાં આવતા વ્યાજના દર ૬.૮ ટકાથી ઘટાડીને ૫.૯ ટકા કરવામાં આવ્યા છે.પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દેવામાં આવ્યા છે. કિસોન વિકાસ પત્રના દર ૬.૯ ટકા હતા તે ઘટાડીને ૬.૨ ટકા કરી દેવામાં આવ્યા છે. કિસાન વિકાસ પત્રની પાકતી મુદત એટલે કે બમણા થવાની મુદત પણ ૧૨૪ મહિનાથી ૧૦ વર્ષ ૪ મહિનાથી વધારીને ૧૧ વર્ષ છ મહિના કરી દેવામાં આવી છે. નિવૃત્ત નાગરિકોના દરેક ગણિતોને ખોરવી નાખતી આ જાહેરાત આજે કરવામાં આવી છે. પરિણામે આવનારા મહિનાઓમાં સરકાર હજી વધુ વ્યાજદર ઘટાડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
બેટી બચાવો અને બેટીના ભાવિને સલામત કરવાની વાત કરતી સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૬ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણ એટલે કે ટર્મ ડિપોઝિટના વ્યાજના દરમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. આમ સરકાર લોકોને બૅન્ક તરફ તેમના રોકાણ કરવા તરફ ધકેલી રહી હોવાના નિર્દેશ મળી રહ્યા છે. બીજીતરફ બૅન્કના ખાનગીકરણની વાત જોરશોરથી ચાલી રહી છે.
ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે સરકારે વ્યાજના દરમાં કરેલો ઘટાડો સમાજ વિરોધી પગલું છે. અત્યારે જે ગતિથી ફુગાવાના દર વધી રહ્યા છ ેતે જોતાં લોકો પાસે ભવિષ્યની જરૂર પૂરી કરવા વધુ બચત હોવી જરૂરી છે. પરંતુ સરકાર પાસે ખર્ચ કરવા માટે વધુ રકમ ન હોવાથી અને બહારથી ઉછીના પૈસા લેવાની ક્ષમતા ન હોવાથી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે લોકોને બચત કરવાને બદલે વધુને વધુ ખર્ચ કરવા ભણી ધકેલી રહી છે. લોકો વધુ ખર્ચ કરતાં થાય તો અર્થતંત્રને વધુ વેગ મળશે તેવા ગણિત સાથે આ પગલું લેવામાં આવી રહી છે.
તેમનું કહેવું છ ેકે સરકાર વ્યાજના દર ઘટાડીને લોકોને વધુ જોખમી રોકાણો કરવા તરફ ધકેલી રહી છે. સ્પેક્યુલેટીવ રોકાણો કરવા તરફ લોકોને ધકેલવાનું વલણ પણ એટલુ ંજ જોખમી સાબિત થઈ શકે છે. સરકારે વ્યાજના દર ઘટાડીને આમજનતાની તકલીફમાં વધારો કરવાને બદલે સરકારે તેના પોતાના બિનઉત્પાદક ખર્ચાઓ ઘટાડવા માટે પગલાં લેવા જરૂરી છે. તેમ કરવાથી સરકારે વધારાનું બોરોઇંગ કરવું પડશે નહિ. અત્યારે સરકાર પાસે વધારાનું બોરોઇંગ કરવાનો અવકાશ રહ્યો ન હોવાથી વ્યાજના ખર્ચ ઘટે અને વધુ પૈસા મળે તેવી ગણતરીએ નાની બચત યોજનાઓના વ્યાજના દર ઘટાડીને લોકોની આવક પર મોટી તરાપ મારી છે.
જૂના અને નવા વ્યાજદર
બચત યોજના
૩૧-૩-૨૧
૩૦-૦૬-૨૧
-
સુધીના દર
સુધીના દર
૧ વર્ષની
મુદતી થાપણ
૫.૫
૪.૪
૨ વર્ષની
મુદતી થાપણ
૫.૫
૫.૦
૩ વર્ષની
મુદતી થાપણ
૫.૫
૫.૧
૫ વર્ષની
મુદતી થાપણ
૬.૭
૫.૮
૫ વર્ષની
રિકરિંગ ડિપોઝીટ
૫.૮
૫.૩
સિનિયર સિટિઝન
સેવિંગ્સ સ્કીમ
૭.૪
૬.૫
બચત યોજના
૩૧-૩-૨૧
૩૦-૦૬-૨૧
-
સુધીના દર
સુધીના દર
માસિક આવક
યોજના
૬.૬
૫.૭
નેશનલ
સેવિંગ્સ સ્કીમ
૬.૮
૫.૯
પબ્લિક
પ્રોવિડંડ ફંડ
૭.૧
૬.૪
કિસાન વિકાસ
પત્ર
૬.૯
૬.૨
સુકન્યા સમૃદ્ધિ
યોજના
૭.૬
૬.૯
બચત ખાતું
૪.૦
૩.૫
- નાના લોકોની આવક ઘટશે, ખર્ચાઓ વધશે...!
- એક વર્ષની એફ.ડી.ના વ્યાજદર 4.4 ટકા કર્યા: 5 વર્ષની એફડીના દર 5.8 ટકા : સરકાર પાસે બજેટ માટે વધુ બોરોઇંગ કરવાનો વિકલ્પ ન હોવાથી વ્યાજના દર ઘટાડી ખર્ચ માટે ભંડોળ ઊભું કર્યું
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ : ભારતીય જનતા પક્ષની સરકારે પોસ્ટની નાની બચત યોજનાના ત્રિમાસિક વ્યાજ દરમાં ૦.૪ ટકાથી માંડીને ૦.૯ ટકા સુધીનો જંગી ઘટાડો કરીને બચત પરના વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો માર્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કરી દીધા છે. જોકે ૩૦મી જૂન ૨૦૨૧ના પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પર આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા એટલે કે ૦.૭ ટકા ( સો રૂપિયે ૭૦ પૈસા) ઘટાડી દીધા છે. માસિક આવક યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરી દીધા છે. એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં ૧.૧ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજદર ૩.૫ ટકા કરી દીધા છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર આપવામાં આવતા વ્યાજના દર ૬.૮ ટકાથી ઘટાડીને ૫.૯ ટકા કરવામાં આવ્યા છે.પબ્લિક પ્રોવિડન્ટ ફંડની યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દેવામાં આવ્યા છે. કિસોન વિકાસ પત્રના દર ૬.૯ ટકા હતા તે ઘટાડીને ૬.૨ ટકા કરી દેવામાં આવ્યા છે. કિસાન વિકાસ પત્રની પાકતી મુદત એટલે કે બમણા થવાની મુદત પણ ૧૨૪ મહિનાથી ૧૦ વર્ષ ૪ મહિનાથી વધારીને ૧૧ વર્ષ છ મહિના કરી દેવામાં આવી છે. નિવૃત્ત નાગરિકોના દરેક ગણિતોને ખોરવી નાખતી આ જાહેરાત આજે કરવામાં આવી છે. પરિણામે આવનારા મહિનાઓમાં સરકાર હજી વધુ વ્યાજદર ઘટાડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
બેટી બચાવો અને બેટીના ભાવિને સલામત કરવાની વાત કરતી સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૬ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણ એટલે કે ટર્મ ડિપોઝિટના વ્યાજના દરમાં પણ મોટો ઘટાડો કરી દીધો છે. આમ સરકાર લોકોને બૅન્ક તરફ તેમના રોકાણ કરવા તરફ ધકેલી રહી હોવાના નિર્દેશ મળી રહ્યા છે. બીજીતરફ બૅન્કના ખાનગીકરણની વાત જોરશોરથી ચાલી રહી છે.
ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે સરકારે વ્યાજના દરમાં કરેલો ઘટાડો સમાજ વિરોધી પગલું છે. અત્યારે જે ગતિથી ફુગાવાના દર વધી રહ્યા છ ેતે જોતાં લોકો પાસે ભવિષ્યની જરૂર પૂરી કરવા વધુ બચત હોવી જરૂરી છે. પરંતુ સરકાર પાસે ખર્ચ કરવા માટે વધુ રકમ ન હોવાથી અને બહારથી ઉછીના પૈસા લેવાની ક્ષમતા ન હોવાથી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે લોકોને બચત કરવાને બદલે વધુને વધુ ખર્ચ કરવા ભણી ધકેલી રહી છે. લોકો વધુ ખર્ચ કરતાં થાય તો અર્થતંત્રને વધુ વેગ મળશે તેવા ગણિત સાથે આ પગલું લેવામાં આવી રહી છે.
તેમનું કહેવું છ ેકે સરકાર વ્યાજના દર ઘટાડીને લોકોને વધુ જોખમી રોકાણો કરવા તરફ ધકેલી રહી છે. સ્પેક્યુલેટીવ રોકાણો કરવા તરફ લોકોને ધકેલવાનું વલણ પણ એટલુ ંજ જોખમી સાબિત થઈ શકે છે. સરકારે વ્યાજના દર ઘટાડીને આમજનતાની તકલીફમાં વધારો કરવાને બદલે સરકારે તેના પોતાના બિનઉત્પાદક ખર્ચાઓ ઘટાડવા માટે પગલાં લેવા જરૂરી છે. તેમ કરવાથી સરકારે વધારાનું બોરોઇંગ કરવું પડશે નહિ. અત્યારે સરકાર પાસે વધારાનું બોરોઇંગ કરવાનો અવકાશ રહ્યો ન હોવાથી વ્યાજના ખર્ચ ઘટે અને વધુ પૈસા મળે તેવી ગણતરીએ નાની બચત યોજનાઓના વ્યાજના દર ઘટાડીને લોકોની આવક પર મોટી તરાપ મારી છે.
જૂના અને નવા વ્યાજદર
બચત યોજના |
૩૧-૩-૨૧ |
૩૦-૦૬-૨૧ |
- |
સુધીના દર |
સુધીના દર |
૧ વર્ષની મુદતી થાપણ |
૫.૫ |
૪.૪ |
૨ વર્ષની મુદતી થાપણ |
૫.૫ |
૫.૦ |
૩ વર્ષની મુદતી થાપણ |
૫.૫ |
૫.૧ |
૫ વર્ષની મુદતી થાપણ |
૬.૭ |
૫.૮ |
૫ વર્ષની રિકરિંગ ડિપોઝીટ |
૫.૮ |
૫.૩ |
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ |
૭.૪ |
૬.૫ |
બચત યોજના |
૩૧-૩-૨૧ |
૩૦-૦૬-૨૧ |
- |
સુધીના દર |
સુધીના દર |
માસિક આવક યોજના |
૬.૬ |
૫.૭ |
નેશનલ સેવિંગ્સ સ્કીમ |
૬.૮ |
૫.૯ |
પબ્લિક પ્રોવિડંડ ફંડ |
૭.૧ |
૬.૪ |
કિસાન વિકાસ પત્ર |
૬.૯ |
૬.૨ |
સુકન્યા સમૃદ્ધિ યોજના |
૭.૬ |
૬.૯ |
બચત ખાતું |
૪.૦ |
૩.૫ |