×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્રાહકોની મંજૂરી બાદ જ બેંક ખાતામાંથી કાપી શકશે રાશિઃ RBIનો નવો નિયમ

- જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર

મોબાઈલ બિલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન પર લાગુ ઓટો ડેબિટ સિસ્ટમ ગુરૂવારથી એટલે કે, 1 એપ્રિલ, 2021થી બંધ થઈ જશે. આરબીઆઈએ આ માટે નવા નિયમો બનાવ્યા છે જે નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસથી લાગુ થઈ જશે. જો કે, યુપીઆઈની ઓટો પે સિસ્ટમથી આવી ઓટો ડેબિટ ચુકવણી પર કોઈ અસર નહીં પડે. 

હકીકતે, કેન્દ્રીય બેંકે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (એએફએ)ને નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલો છે. નવો નિયમ લાગુ થવાથી કરોડો સબસ્ક્રાઈબર્સ પ્રભાવિત થશે. આ નિયમો અંતર્ગત પહેલી એપ્રિલથી બેંકોએ ઓટો ડેબિટ ચુકવણીની તારીખના 5 દિવસ પહેલા ગ્રાહકને એક નોટિફિકેશન મોકલવું પડશે. ચુકવણી તો જ થઈ શકશે જો ગ્રાહક મંજૂરી આપશે. 

ઉપરાંત જો ચુકવણીની રકમ 5,000 રૂપિયા કરતા વધારે હશે તો બેંક ગ્રાહકોને ઓટીપી પણ મોકલશે. આ તરફ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિએશન ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે મોટા ભાગની બેંકોએ આ માટે પોતાને તૈયાર નથી કરી, આ કારણે બેંકો સાથે જોડાયેલા કાર્ડ નેટવર્ક આ સર્ક્યુલરનું પાલન નહીં કરી શકે.