×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મે પણ ધરપકડ વહોરી હતી, મારા જીવનનું પહેલું આંદોલન હતું: PM મોદી

ઢાકા, તા. 26 માર્ચ 2021, શુક્રવાર

પાડોશી દેશ બાંગ્લાદેશની સ્વતંત્રતાના 50 વર્ષ પૂરા થવાને લઈ ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આજે સવારે પહોંચ્યા હતા. 

ઢાકાના નેશનલ પરેડ સ્ક્વેયરમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટે ભારતમાં આંદોલન થયું હતું. તેમાં શામેલ થવું મારા જીવનનું પહેલું આંદોલન હતું. બાંગ્લાદેશની આઝાદીમાં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીજીનું યોગદાન નિર્વિવાદિત છે. મારી ઉંમર તે સમયે 20-22 વર્ષની હશે જ્યારે મારા કેટલાક સાથી મિત્રોએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. આઝાદીના સમર્થનમાં મે પણ ધરપકડઆપી હતી અને જેલ પણ ગયો હતો.

બાંગ્લાદેશના મારા ભાઇઓ-બહેનો, અહીની યુવા પેઢીને એક વાત ગર્વથી યાદ અપાવા માગુ છુ કે બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં શામેલ થવું મારા જીવનનું પહેલું આંદોલનમાંથી એક હતું. બાંગ્લાદેશના લોકો અને ભારતીયો માટે આશાનું કિરણ હતુ બંગબંધુ શેખ મુજીબુર રહેમાન. બંગબંધુના નેતૃત્વએ નિશ્ચય કરી નાખ્યું હતું કે કોઇ તાકાત બાંગ્લાદેશને ગુલામ નહીં રાખી શકે. તે દરમિયાન એક નિરંકુશ સરકાર પોતાના લોકોનો નરસંહાર કર્યો અને કચડી રહી હતી. 

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિક કરવાની તક મળવી એ મારા માટે ગર્વની વાત છે. બંગબંધુ શેખને બાંગ્લાદેશના જનક માનવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કાર, ભારત સરકાર દ્વારા 1995થી મહાત્મા ગાંધીની 125મી જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં અપાતો વાર્ષિક પુરસ્કાર છે. 

આ સુખદ સંયોગ છે કે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ અને ભારતની આઝાદીના 75 વર્ષનો પડાવ એક સાથે આવ્યો છે. અમે બંને દેશ માટે 21મી સદીમાં આગામી 25 વર્ષની યાત્રા મહત્વપૂર્ણ છે. આપણી વિરાસત અને વિકાસ પણ સહિયારો છે.

શેખ મુઝીબુર રહેમાનને આપ્યો ગાંધી શાંતિ પુરસ્કાર
પીએમ મોદીએ શેખ મુઝીબુર રહેમાનને મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા હતા. તેમણે પીએમ શેખ હસીન અને શેખ મુઝીબુર રહેમાનની નાની દીકરીને આ પુરસ્કાર સોંપી શેખ મુઝીબુર રહમાનને યાદ કર્યા હતા. પીએમ મોદીએ અહીં કહ્યુ હતું કે, બંને દેશોના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. મને આ સન્માન આપતા અત્યંત ખુશી થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે સમિતિ દ્વારા સર્વસંમતિથી ગાંધી શાંતિ પુરસ્કાર 2020 માટે બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની પસંદગી કરવામાં આવી છે. ગાંધી શાંતિ પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા 1995 થી સ્થાપવામાં આવેલ વાર્ષિક એવોર્ડ છે, જે મહાત્મા ગાંધીની સવાસોમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શરૂ કરાયો હતો.