×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સચિન વાઝે કેસ: દેશમુખના સમર્થનમાં ફરી આવ્યાં પરવાર, કહ્યું- રાજીનામાનો કોઇ સવાલ જ નથી


મુંબઇ, તા. 22 માર્ચ 2021, સોમવાર

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોએ રાજ્યમાં રાજકીય હલચલ પેદા કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે ઉહાપો મચાવ્યો તો શરદ પરવાર આજે ફરી દેશમુખના સમર્થનમાં જોવા મળ્યાં.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે ફરી એકવાર બચાવ કરતા કહ્યું કે,‘તમે લોકો પુછી રહ્યાં છો કે ગૃહમંત્રીનું શું થશે. તો આજે સ્પષ્ટ કરું છું કે રાજીનામાનો કોઇ સવાલ જ ઊભો થતો નથી. તેમના પર લાગેલા આરોપમાં કોઇ દમ નથી.

પ્રેસ કોન્ફરન્સમાં પવારે અનિલ દેશમુખનો બચાવ કર્યો છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં દેશમુખ હોસ્પિટલમાં ભરતી હતા. એવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વાઝેની વાતચીતનો આરોપ પાયાવિહોણો છે.


દરમિયાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે લૉ એન્ડ જ્યુડિશરી સાથે જોડાયેલા મોટા અધિકારીઓની બેઠક બોલાવી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સિવાય ગૃહ મંત્રી અનિલ દેશમુખના નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરી છે. 

નાર્કો ટેસ્ટ કરાવ્યા બાદ તાત્કાલિક રાજીનામુ આપે: રામ કદમ
ભાજપ નેતા રામ કદમે ટ્વીટ કરી કહ્યુ, અમે ફરી માગ કરીએ છીએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત ગૃહ મંત્રી અનિલ દેશમુખ બંને સ્વયંનો નાર્કો ટેસ્ટ કરાવતા તાત્કાલિક રાજીનામુ આપે અને પોતાનુ સત્ય ઉજાગર કરે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યુ, વાઝે કેસના સંદર્ભમાં આજે સવારે 11 વાગે હુ મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેને મળીશ. કેટલાક રહસ્યોના ખુલાસા બાદ હવે સરકાર બચવાનો કોઈ રસ્તો નથી.