×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિક્ષણને ફરી કોરોનાનું ગ્રહણ : રાજ્યના આઠ મહાનગરોમાં શાળા-કોલેજ 10 એપ્રિલ સુધી બંધ, પરીક્ષાઓ પણ મોકૂફ

અમદાવાદ, તા. 18 માર્ચ 2021, ગુરુવાર

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. રાત્રિ કર્ફ્યુ અને સુરત અમદાવાદમાં બસો બંધ કર્યા બાદ આજે રાજ્ય સરકારે શિક્ષણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાના વધતા ફેલાવા વચ્ચે આજથી પરીક્ષાઓ શરુ થઇ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં હતા.

ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતીકાલથી રાજ્યના આઠ મહાનગરોમાં શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. હવે આ આઠેય મહાનગરોની શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોની અંદર ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરુ રહેશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢની અંદર શાળા અને કોલેજોનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આ સાથે જ યુનિવર્સિટીઓ અને કોલેજોની જે ઓફલાઇન પરીક્ષા લેવાની હતી તે પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

આ પરીક્ષાઓ માટે હવે નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે. આ નિર્ણય સરકારી અને ખાનગી સંસ્થાઓને લાગુ પડે છે. ઉલ્લેખનીય છે કે આજથી બરાબર એક વર્ષ પહેલા આવા જ સમયે રાજ્યમાં શૌક્ષણિક કાર્ય બંધ કરાવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ બાદ ફરીથી શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

  • રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી સરકારનો મોટો નિર્ણય
  • આવતીકાલ ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવશે
  • મહાનગરોની તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે
  • 8 મહાનગરપાલિકામાં યુનિવર્સિટીમાં પરીક્ષાઓ મોકુફ
  • શાળા-કોલેજમાં 10 એપ્રિલ સુધી પરીક્ષાઓ મોકુફ
  • 10 એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે
  • આ નિર્ણય ફક્ત મહાનગરો માટે જ લાગૂ પડશે
  • 8 મહાનગરપાલિકા સિવાયની રાજ્યની તમામ શાળાઓમાં ઓફલાઈન અને ઓનલાઈન એમ રાબેતામુજબ યથાવત રહેશે
  • પીજીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે
  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં મહાનગરપાલિકામાં પણ શિક્ષણકાર્ય બંધ રહેશે
  • હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ શરૂ રહેશે
  • પરીક્ષાનું નવું ટાઈમટેબલ અંગે આગળની પરિસ્થિતી જોતા નિર્ણય લેવાશે