×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IND VS ENG : ત્રીજી ટી-20માં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 2-1થી ઇંગલેન્ડ આગળ

અમદાવાદ, તા. 16 માર્ચ 2021, મંગળવાર

ઇંગ્લેન્ડે ટી-20 સીરીઝના ત્રીજા મેચમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે જ પાંચ મેચની સીરીઝમાં ઇંગ્લેન્ડ 2-1ના સ્કેર સાથે આગળ થયું છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારચતે પહેલા બેટીંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા. 

તેની સામે ઇંગ્લેન્ડે 157 રનના લક્ષ્યને માત્ર 18.2 ઓવરમાં માત્ર 2 વિકેટના નુકસાને પુરો કર્યો. ઇંગ્લેન્ડની જીતનો શ્રેય જોસ બટલરવને જાય છે. જેઓ 83 રન સાથે અણનમ રહ્યા છે. જોસ બટલરે 52 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 83 રન કર્યા હતા. બટલરનો ઇન્ટરનેશનલ T-20માં આ હાઈએસ્ટ સ્કોર છે. હવે T-20 સીરીઝની ચોથી મેચ તારીખ 18 માર્ચના રોજ રમાશે.

આજની મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચમાં 46 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી 77 રન કર્યા હતા. પ્રથમ બે મેચમાં આરામ કર્યા પછી આજે રોહિત શર્મા પોતાના અંદાજમાં રમી શક્યો ન હોતો. તેણે 17 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં શોર્ટ ફાઈન-લેગ પર જોફરા આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો.