×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે માસ્ક ના પહેરવા બદલ 114 કરોડનો દંડ વસુલ્યો, 30 કરોડ સાથે અમદાવાદીઓ પહેલા નંબરે


અમદાવાદ, તા. 17 માર્ચ 2021, બુધવાર

કોરોના મહામારીએ ગુજરાતમાં પ્રવેશ કર્યો તેને આજે એક વર્ષ થયું છે. તો થોડા દિવસો બાદ દેશમાં લોકડાઉન લાગુ થયું તેને પણ એક વર્ષ પુરુ થશે. આ એક વર્ષની અંદર કોરોના મહામારાએ આપણને ઘણા ખરાબ દિવસો દેખાડ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાત સરકારે આજે માહિતિ આપી છે કે માસ્ક ના પહેરવા બદલ લોકો પાસેથી ઉઘરાવેલા દંડના કારણે તેમને બમ્પર કમાણી થઇ છે.

રુપાણી સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે કે માસ્ક ના પહેરવા બદલ રાજ્ય સરકારે લોકો પાસેથી 114 કરોડ રુપિયાનો દંડ વસુલ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે માસ્કને ફરજિયાત કર્યો હતો. જેથી આ નિયમનો ભંગ કરનાર લોકો પાસેથી આ અધધ કહી શકાય તેટલો દંડ વસુલ્યો છે. 

દંડની આ રકમ માત્ર ડિસેમ્બર 2020 સુધીની જ છે. આ વર્ષનો અત્યાર સુધીનો સમયગાળો તો તેમાંથી બાકાત છે. વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું કે ડિસેમ્બર 2020 સુધીમાં રાજ્યમાંથી 23 લાખ 31 હજાર 68 લોકો પાસેથી માસ્ક ના પહેરવાનો દંડ વસુલાયો છે. આ બધા લોકો પાસેથી સરકારે કુલ 114 કરોડ 12 લાખ 79 હજાર 980 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

જો સૌથી વધુ માસ્ક ના પહેરવાનો દંડ ભરનારા જિલ્લાની વાત કરીએ તો તેમાં અમદાવાદ પ્રથમ નંબરે આવે છે. અમદાવાદીઓએ 30.07 કરોડનો દંડ ભર્યો છે. 

સૌથી વધુ દંડ ભરનારા પાંચ જિલ્લા

1. અમદાવાદ -  30,07,32,840 રુપિયા

2. સુરત -  11,88,02,100 રુપિયા

3. ખેડા -  8,78,59,600 રુપિયા

4. વડોદરા -  9,66,63,200 રુપિયા

5. મહેસાણા -  5,05,45,200 રુપિયા