×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5 રાજ્યોમાં વિધાન સભા ચુંટણી માટે BJPએ ઉમેદવારોની ઘોષણા કરી, આ છે જાણીતા ચહેરા

નવી દિલ્હી, 14 માર્ચ 2021 રવિવાર

ભારતીય જનતા પાર્ટીએ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાન સભા  ચુંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, મેટ્રો મેન શ્રીધરન કેરળની પલક્કડ બેઠક પરથી ચુંટણી લડશે, તો પશ્ચિમ બંગાળમાં બાબુલ સુપ્રિયો ટોલીગંજથી ચુંટણી લડશે, વર્તમાનમાં તે સાંસદ અને કેન્દ્રમાં પ્રધાન પણ છે, કેરળમાં BJP 115 બેઠકો પરથી ચુંટણી લડશે અને અન્ય 25 બેઠકો ગઠબંધનની 4 પાર્ટીઓને આપવામાં આવી છે. 

BJPનાં રાષ્ટ્રિય મહાસચિવ અરૂણ સિંહએ રવિવારે બેઠકો અંગે જણાવ્યું કે કેરળનાં BJP પ્રમુખ સુરેન્દ્રન બે બેઠકો પર ચુટણી લડશે, તો BJPએ આસામમાં હાલ તો 17 બેઠકો માટે ઉમેદવારોની ઘોષણા કરી છે, બિેજેપી આસામમાં 92 બેઠકો પર ચુંટણી લડશે.

BJPએ બંગાળમાં ત્રીજા તબક્ક માટે 27 ઉમેદવારોની ઘોષણા કરી છે, જ્યારે ચોથા તબક્કા માટે 38 ઉમેદવારોની ઘોષણા કરી છે, BJPએ બંગાળમા અર્થશાસ્ત્રી અશોક લહિરીને અલીપુરદૌર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે રાજીવ બેનર્જી ડોમજુર અને રબિન્દ્રનાથ ભટ્ટાચાર્યા સિંગુર બેઠક પરથી ચુંટણી લડશે, સ્વપ્નદાસ ગુપ્તા પણ તારૂકેશ્વર બેઠક પરથી મેદાનમાં ઉતરશે, તો સાંસદ લોકેટ ચેટર્જી ચુનચુડા બેઠક પરથી ચુંટણી લડશે, તે ઉપરાંત BJPએ કેરળ, તમિલનાડુ, આસામ માટે પણ BJPએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

BJPએ કેરળ વિધાન સભાની કાંજીરાપલ્લી બેઠક પુર્વ કેન્દ્રીય પ્રધાન અલ્ફોસને સોંપી છે, જ્યારે તમિલનાડુમાં જાણીતી અભિનેત્રી ખુશ્બુ સુંદર થાઉજૈંડ લાઇટ્સ બેઠક પરથી ચુંટણી લડશે.