×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INDvENG: ભારતની 'વિરાટ' જીત, ડેબ્યૂ મેચમાં જ ઇશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી

નવી દિલ્હી, 14 માર્ચ 2021 રવિવાર

ભારતીય ટીમે બીજી ટી 20 માં ઇંગ્લેન્ડને જોરદાર પરાજય આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ તમામ ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. બોલરોની અદભુત બોલિંગ બાદ ભારતીય બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરીને બ્રિટિશ બોલરોની જબરદસ્ત ધુલાઇ કરી.

મેચની વાત કરીએ તો રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. વિરાટ કોહલીનો નિર્ણય સાચો સાબિત થયો અને તેણે ઇંગ્લેન્ડની ટીમને મોટો સ્કોર કરતા અટકાવી. ઇંગ્લેન્ડની ટીમનાં જેસન રોયની 46 રનની ઇનિંગના આધારે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે સૌથી વધુ બે વિકેટ ઝડપી.

ઇંગ્લેન્ડનાં 165 રનનાં લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ફરી એક વાર સારી રહી, અને કેએલરાહુલ પહેલી જ ઓવરમાં કોઇ પણ રન બનાવ્યા વગર જ પવેલિયનમાં પરત ફર્યો, જો કે પોતાની પેહલી જ મેચ રમી રહેલો ઇશાન કિશન (56) અને કેપ્ટન વિરાટ કોહલી (73*)એ સ્કોર આગળ વધાર્યો અને ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાંથી બચાવી લીધી, બંનેએ બીજા વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી. 

આ બંને ખેલાડીઓ ઉપરાંત ઋષંભ પંતે પણ 13 બોલમાં 26 રન બનાવ્યા, ભારતીય ટીમનાં 13 બોલ બાકી હતા અને સાત વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી, આ જીત સાથે જ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સીરીઝમાં 1-1 ની બરાબરી પર આવી ગઇ છે. પહેલી જ મેચમાં શાનદાર અડધી સદી કરનારા 22 વર્ષીય બેટ્સ મેન ઇશાન કિશનને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો.