×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી બે દિવસ માટે બેંકોની હડતાળ, કરોડોના આર્થિક વ્યવહાર પર પડશે અસર, જાણો કંઈ સેવા પર પડશે અસર

નવી દિલ્હી, તા. 15 માર્ચ 2021, સોમવાર

સરકારી બેંકોના લાખો કર્મચારી સોમવાર અને મંગળવારે બે દિવસની હડતાળ પર રહેશે. બે જાહેર બેંકોના ખાનગીકરણના વિરોધમાં અને કેટલીક અન્ય માંગોને લઈને બેંક કર્મચારી હડતાળ પર જઈ રહ્યાં છે. આ હડતાળમાં ગ્રામિણ બેંકો પણ સામેલ થશે.

દેશમાંથી 10 લાખ જેટલા બેન્કકર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે. ગુજરાતમાં આ હડતાળમાં અંદાજે રાજ્યના 60 હજારથી વધારે બેંક કર્મચારીઓ જોડાશે. રાજ્યની 5 હજાર બ્રાંચો બંધ રહેશે અને જેના કારણે કરોડોના આર્થિક વ્યવહારો ઠપ્પ થશે.

યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સના 10 લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ ગત મહિનાથી જ પ્રદર્શન કરી રહ્યાં છે અને હવે 15 અને 16 માર્ચે બે દિવસિય બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શનિવાર અને રવિવારે પણ બેંકો બંધ હતી. આમ સરકારી બેંકોનું કામકાજ સતત ચાર દિવસ સુધી ઠપ્પ રહેશે. જેના કારણે કરોડા આર્થિક વ્યવહાર અટકી પડ્યા છે.

કંઈ સેવા થશે પ્રભાવિત

આ હડતાળના કારણે બ્રાંચમાં જમા, ઉપાડ, ચેક ક્લિયરન્સ, લોન મંજુરી જેવા તમામ કામો બંધ રહેશે. જોકે એટીએમ સેવા શરૂ રહેશ. તેમજ ઓનલાઈન ટ્રાંન્ઝેક્શનનો વિકલ્પ પણ ઉપલબ્દ રહેશે. ગ્રાહક 15 અને 16 માર્ચે બ્રાંચમાં જવાને બદલે યૂપીઆઈ પેમેન્ટ સર્વિસ દ્વારા ટ્રાંઝેક્શન કરી શકે છે અને ઘરે બેઠાં નેટ બેંકિંગ સેવાનો પણ ઉપયોગ કરી શકે છે. એટીએમ પર આ હડતાળની કોઈ અસર નહી પડે.

ઉલ્લેખનિય છે કે, નાણાંમંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં IDBI બેંક સિવાય વધુ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. જેનો બેંક યૂનિયન વિરોધ કરી રહ્યાં છે. હવે આ વિરોધે હડતાળનું સ્વરૂપ લીધું છે.