×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના કેસ વધતા AMCનો નિર્ણય : શહેરના આ 8 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતના ધંધાકિય એકમો બંધ રહેશે

અમદાવાદ, તા. 15 માર્ચ 2021, સોમવાર

છેલ્લા થોડા દિવસોથી દેશમાં કોરોના વાયરસે ફરી વખત માથુ ઉંચક્યું છે. જેમાંથી ગુજરાત રાજ્ય ને અમદાવાદ શહેર પણ બાકાત નથી. દેશમાં કોરોના કેસમાં વધારો થતા વિવિધ રાજ્યો દ્વારા ફરીથી પ્રતિબંધો લગાવવાની શરુઆથ થઇ છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMCએ શહેરના 8 વોર્ડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ખાણી-પીણી સહિતના ધંધાકિય એકમો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ વિસ્તારોની અંદરની હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ચાની કિટલી વગેરે બંધ રહેશે. આ 8 વોર્ડની અંદર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરનો સમાવેશ થાય છે.

આ તમામા વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ધંધાકિય એકમો બંધ રહેશે. આ સિવાય એએમસીએ કરેલા નિર્ણય અંતર્ગત શહેરનું રાયપુર અને માણેકચોકનું ખાણીપીણી બજાર પણ 10 વાગ્યા બાદ બંધ રહેશે. 

ઉપરોક્ત તમામ વિસ્તારમાં રેસ્ટોરેન્ટ, હોટેલ, શો રુમ, મોલ, ટી સ્ટોલ, ફરસાણની દુકાન, કાપડની દુકાન, ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે ધંધાકિય એકમો રાત્રે 10 વાગ્યા બાદ બંધ કરવા માટે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે એએમસીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં એકઠી થતી ભીડને લઇને સવાલો ઉઠી રહ્યા છે.