×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં ફરી કરફ્યૂં: 4 મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ


અમદાવાદ, તા. 16 માર્ચ 2021, મંગળવાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે. આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.