×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદૌરમાં નાઇટ કર્ફ્યુ, અન્ય 8 શહેરમાં રાત્રે 10 પછી બજાર બંધ

ભોપાલ, તા. 16 માર્ચ 2021, મંગળવાર

જેમ જેમ દેશમાં ફરી વખત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે સાથે વિવિધ રાજ્યો દ્વારા ફરીથઈ પ્રદતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. ત્યારે ગુજરાત બાદ આજે મધ્ય પ્રદેશ સરકારે પણ બે શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.

મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદૌર શહેરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આજે ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કોરોના સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય કર્યો છે. સાથએ જ મહારાષ્ટ્રમાંથી મધ્ય પ્રદેશ આવતી લોકોનું થર્મલ સ્કેનિંગ શરુ રહેશે અને તેવા લોકોને એક અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.

ભોપાલ અને ઇંદૌરમાં આવતી કાલ એટલે કે 17 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગુ તશે. જેને સમય રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો છે. જો આ બંને શહેરમાં કોરોના કેસમાં ઘટાડો ના થયો તો અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ થઇ શકે છે.

આ સાથે જ મધ્ય પ્રદેશના 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ બજાર બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ 8 શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોનનો સમાવેશ થાય છે.