×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

15 મે સુધીમાં અમારી પૉલીસી સ્વીકારી લો નહીંતર…. વોટ્સએપની યુઝર્સને ચેતવણી

નવી દિલ્હી, 8 માર્ચ 2021 સોમવાર

WhatsApp ની નવી પોલીસી અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. કંપનીએ તેને સ્વિકારી લેવાની તારીખ વધારી દીધી હતી, હવે ફરી એક વખત આ પોલીસી સ્વિકારી લેવાની તારીખને 15 મે સુધી વધારી દેવામાં આવી છે, પોલીસી વિવાદ થયો ત્યારે પોલીસી સ્વિકારી લેવાની તારીખ 8 માર્ચથી 15 મે સુધી કરી દેવામાં આવી હતી. 

કંપની હવે યુઝર્સને પોલીસી સ્વિકારી લેવા માટે  એક નોટિફિકેશન મોકલી રહી છે,  WhatsApp એ સ્પષ્ટતા કરી કે નવી પોલીસી અંતર્ગત WhatsApp બિઝનેસ પર લાગુ થશે, તેનાથી બિઝનેશ એકાઉન્ટથી ચેટ કરનારા યુઝર્સને ડેટા યુઝ કરવામાં આવશે, આવું કરવાથી તે ઉત્તમ રીતે મોનિટાઇઝ અને સર્વિસ આપી શકશે.

WhatsApp એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્સનનાં કારણે અંગત ચેટને વાંચી શકશે નહીં, યુઝર્સ જોઇ શકશે કે તે પર્સનલ એકાઉન્ટથી ચેટ કરી રહ્યો છે કે બિઝનેશ એકાઉન્ટથી, તે રીતે ચેટનું લેબલ લઇ શકાશે, ભારતમાં સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે કંપની પાસે જવાબ માંગ્યો છે.

WhatsApp યુઝર્સ કંપનીની નવી પોલીસી નહીં સ્વિકારે તો તે મેસેઝ નહીં કરી શકે, તેના થોડા દિવસ બાદ તેનું એકાઉન્ટ પણ બંધ થઇ જશે, અને લગભગ ત્રણ મહિના સુધી એકાઉન્ટ ઇનએક્ટિવ રહ્યા બાદ કંપની એકાઉન્ટ બંધ કરી દે છે, અને તેના જુના ચેટ પણ ડીલીટ થઇ જશે.