×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી શાસનમાં રાંધણ ગેસનાં ભાવ થયા બમણા, પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ કલેક્સનમાં 459 ટકાની વૃધ્ધી

નવી દિલ્હી, 8 માર્ચ 2021 સોમવાર

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં ગેસ સિલેન્ડરની કિંમત બેગણી થઇને 819 રૂપિયા થઇ ગઇ છે, ત્યાં જ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ કલેક્સનમાં 459 ટકાની વૃધ્ધી થઇ છે, ધર્મેન્દ્ર પ્રધાને આ વાત લોકસભામાં એક સવાલનાં લેખિત જવાબમાં કહી છે. 

તેમણે કહ્યું કે 1 માર્ચ 2014નાં રોજ 14.2 કિલો રાધણગેસનાં સિલેન્ડરની કિંમત 410.5 રૂપિયા  હતી, આ જ મહિને આ જ સિલેન્ડરની કિંમત 819 રૂપિયા થઇ ગઇ છે, છેલ્લા કેટલાક વર્ષોમાં કિંમતોમાં થયેલી આ વૃધ્ધીથી રસોઇ અને પીડીએસ કેરોસીન પર પણ સબસિડી ખતમ થઇ ગઇ છે. 

તેમણે જણાવ્યું કે રાધણ ગેસની  કિંમતોમાં છેલ્લા કેટલાક મહિનામાં વૃધ્ધી થઇ છે, ડિસેમ્બર 2020માં તેની કિંમત 594 રૂપિયા હતી, જે હવે 819 રૂપિયા થઇ ગઇ છે, એ જ પ્રકારે ગરીબોને પીડીએસ દ્વારા વેચવામાં આવતું  કેરોસીન માર્ચ 2014માં 14.96 રૂપિયામાં મળતી હતી, જે હવે 35.35 રૂપિયાનું થઇ ગયું છે.

ડીઝલ-પેટ્રોલનાં ભાવ પણ દેશમાં તેમના ઉચ્ચતમ સ્તરે છે. દરેક રાજ્યમાં તેના પર લાગતો વેટ અને ટેક્સ અલગ-અલગ છે, દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 91.17 રૂપિયા અને ડીઝલ 81.47 રૂપિયા થઈ ગયું છે. વર્ષ 2013 માં, ડીઝલ-પેટ્રોલ પર 52,537 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલાતો હતો, જે 2019-20માં 2.13 લાખ કરોડ રૂપિયા થયો અને આ વર્ષના પ્રથમ 11 મહિનામાં, 2.94 લાખ કરોડનો ટેક્સ વસૂલવામાં આવી ચુક્યો છે. હાલમાં સરકાર પેટ્રોલ પર લિટર દીઠ રૂ.32.90 ની એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે, જ્યારે ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 31.80 ની એક્સાઈઝ ડ્યુટી લાગે છે. 2018 માં પેટ્રોલ પર 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી હતી.