×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદને મળ્યા નવા નગરપતિ: કિરીટ પરમાર બન્યા નવા મેયર, ગીતાબહેન પટેલ બન્યા ડે. મેયર


અમદાવાદ, તા. 10 માર્ચ 2021, બુધવાર

શહેરના નવા નગરપતિ કોણ બનશે એ સસ્પેન્સ ઉપરથી આખરે પડદો ઉચકાઇ ગયો છે. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. જેમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. 


અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગર પાલિકાને નવા મેયર મળ્યાં છે. અમદાવાદના નવા મેયર તરીકે કિરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.


ઠકકર બાપાનગરના કિરીટ પરમારની આ ત્રીજી ટર્મ છે. મેયર પદ માટેના પ્રબળ દાવેદારોમાં ઠકકરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર અને વાસણા વોર્ડના હીંમાશુ વાળાના નામ ચર્ચામાં હતાં.

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા મ્યુનિ.બોર્ડમાં શહેરના મેયર,ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ બાર સભ્યોના નામ અને એએમટીએસના આઠ સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા.

- મેયર તરીકે કીરીટ પરમાર
- ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલ
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ
- દંડક તરીકે  અરુણસિંહ રાજપૂત
- શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ