×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાવનગરમાં મેયર પદમાંથી કપાયેલા વર્ષાબા ધ્રુસકે-ધ્રુસ્કે રડી પડ્યા, જીતુ વાઘણી પર લગાવ્યો આ આરોપ


ભાવનગર, તા. 10 માર્ચ 2021, બુધવાર

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. ભાવનગરના મેયર તરીકે કિર્તીબહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કુમાર શાહની વરણી કરવામાં આવી છે. 

જોકે, મેયરના નામની જાહેરાત કરવાની સાથે જ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર મેયર પદની રેસમાં જેમનું નામ મોખરે ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમનો આરોપ આક્ષેપ છે કે, જીતુ વાઘણીના ઈશારે મારું નામ કપાયું. 


જીતુ વાઘણી પર આરોપ લગાવતા કહ્યું કે જીતુ વાઘાણીના ઈશારે મારું નામ મેયર તરીકે હટાવાયું છે. આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષી પંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો. ભાજપે મારી સાથે અન્યાય કરીને પેનલ તોડનારને મેયર બનાવી દીધા છે. 

ભાવનગર મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત હોવાથી કીર્તિબેન દાણીધરિયાની વરણી કરવામાં આવી છે. કીર્તિબેન વ્યવસાયે વકીલ છે અને 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. જ્યારે બાકી બચેલા અઢી વર્ષ OBC વર્ગના વ્યક્તિ માટે રિઝર્વ રહેશે. જોકે, આ વખતે અઢી વર્ષની પહેલી ટર્મ સામાન્ય મહિલા માટે હતી છતા બક્ષી પંચને મેયર બનાવામાં આવ્યાં છે. વર્ષા બા નારાજ થતા વિરોધ પક્ષની સીટ પર બેસી ગયા હતા. જોકે, બાદમાં તેમને મનાવી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે  ભાવનગર કોર્પોરેશનની કુલ 52 બેઠકોમાંથી 44 પર ભાજપની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો જ આવી હતી.