×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

9મી જુલાઈ સુધી અમરેલી,ગીર સોમનાથ, નવસારી,વલસાડ જીલ્લામાં ભારે વરસાદની આગાહી



અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદ રોકાયો હતો પણ એકાએક વરસાદની એન્ટ્રી થતાં રાજ્યના નદીનાળા અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. બીજી તરફ વરસાદને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે ગાંધીનગરમાં રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશ્નરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતાં. 

તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી
આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 7 જુલાઈથી 9મી જુલાઇ દરમ્યાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જીલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે,  રાજયમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે.એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તથા તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

છેલ્લા 12 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તલાલામાં 3 ઈંચ, જામકંડોરણામાં 2 ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, રાજુલામાં 1.3 ઈંચ, ઉપલેટામાં 1 ઈંચ, ઉમરગામમાં 1 ઈંચ અને વાપીમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. તાલાલા શહેર અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ધાવા, સુરવા, આકોલવાડી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી તરફ સોમનાથ, વેરાવળ અને પ્રભાસ પાટણના ગામોની જીવાદોરી સમાન હિરણ-2 ડેમ છલકાયો છે. લેવલ જાળવવા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ
તે ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે.