88માંથી 62ના જવાબ મળ્યા નથી, વિનોદ અદાણી અંગે હજુ પણ જૂથનું મૌન
- હિન્ડેનબર્ગ અને અદાણી જૂથ વચ્ચે યુદ્ધ વકર્યું
- રિસર્ચ રિપોર્ટ મલિન ઈરાદાથી ભારતને બદનામ કરવા માટે : અદાણી રાષ્ટ્રવાદના ઓથા તળે છુપાય કામ કરો નહી; હિન્ડેનબર્ગનો જવાબ
અમદાવાદ : ગૌતમ અદાણી જૂથ અને અમેરિક રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ વકરી રહ્યું છે. અદાણી જૂથે રવિવારે જાહેર કરેલા ૪૧૩ પાનાંના જવાબ સામે હિન્ડેનબર્ગે જાહેર કર્યું છે કે તેમણે ઉઠાવેલા ૮૮ સવાલમાંથી ૬૨ના જવાબ હજુ મળી રહ્યા નથી. ઉપરાંત, અદાણી જૂથ દ્વારા હિન્ડેનબર્ર્ગના રિપોર્ટને કોઈ એક કંપની સામે નહી પણ દેશને મલિન કરવાના ઈરાદાથી લખવામાં આવેલા રિપોર્ટ ગણાવ્યો હતો. જેનો જવાબ આપતા હિન્ડેનબર્ગે સોમવારે જણાવ્યું હતું કે ભારત એક જીવંત લોકશાહી છે અને માનીએ છીએ કે ભારત એક આર્થિક સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે પણ રાષ્ટ્રનું ભવિષ્ય અદાણી જૂથ ત્રિરંગો ઓઢી રૃંધી રહ્યું છે.
હિન્ડેનબર્ગના સોમવારના અહેવાલ અનુસાર અદાણી જૂથ દ્વારા ચેરમેન ગૌતમ અદાણીના દુબઈ નિવાસી મોટાભાઈ વિનોદ અદાણી, તેમના વ્યવસાય, આર્થિક વ્યવહારો અને કથિત નાણાકીય ગેરરીતિ અંગે હજુ કોઈ પારદર્શિતા નથી. અદાણી જૂથ હજુ પણ વિનોદ અદાણીએ કરેલા અબજો ડોલરના નાણાકીય વ્યવહારો, શેલ કંપનીઓની માયાજાળ અને જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓના ભાવમાં કથિત ગેરરીતિ અંગે મૌન હોય એવું હિન્ડેનબર્ગ માને છે.
તા. ૨૪ જાન્યુઆરીના રિપોર્ટમાં હિન્ડેનબર્ગનો આક્ષેપ હતો કે વિનોદ અદાણી અને તેમની મોરેશિયસ સ્થિત ૩૮ કંપનીઓ ઉપરાંત યુનાઈટેડ આરબ અમીરાત, સાયપ્રસ, સિંગાપોર અને કેરેબિયન ટાપુઓમાં આવેલી ફર્મ દ્વારા અદાણી જૂથના શેરના ભાવમાં ગેરરીતિ, અદાણી જૂથની કંપનીઓના નાણાકીય ગરબડ અને શેર ખરીદી તેનું પાર્કિંગ કરવામાં આવે છે. આ અંગે અદાણી જૂથ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે વિનોદ અદાણી કંપનીની કોઇપણ લીસ્ટેડ કંપનીમાં ડીરેક્ટર કે હોદ્દેદાર નથી. વિનોદ અદાણી જૂથના સંબંધિત વ્યક્તિ પણ નથી તેથી તેમના નાણાકીય વ્યવહાર અંગે કોઇપણ પ્રકારની માહિતી નથી. ઉપરાંત, વિનોદ અદાણીએ કરેલા નાણાકીય વ્યવહારો કે તેની કોઇપણ વિગત અંગે જૂથ અજાણ છે અને તેમના નાણાનો સ્ત્રોત જાણવાની અદાણી જૂથને જરૂર પણ નથી. વિનોદ અદાણી સંબંધિત વ્યક્તિ છે કે નહી તે અંગે રવિવારે અમદાવાદ સ્થિત જૂથ દ્વારા આપવામાં આવેલા ખુલાસા બાદ હિન્ડેનબર્ગે સોમવારે વળતો હુમલો કરતા જણાવ્યું હતું કે ઇન્ડીયન એકાઉન્ટીય સ્ટાન્ડર્ડ અનુસાર કોઇપણ વ્યક્તિ કે જે બિઝનેસના નિર્ણયમાં પ્રભાવ પાડી શકે તે સંતાન, જીવનસંગી, ભાઈ, બહેન કે માતા-પિતા હોય તેની સાથેના વ્યવહારો, ભલે તેની કિંમત વસૂલવામાં આવી ન હોય તો પણ સંબંધિત વ્યક્તિ તરીકેના વ્યવહાર તરીકે જાહેર કરવા પડે છે. અહીં નોંધવું જોઈએ કે વિનોદ અદાણી જૂથના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે.
અદાણી ગ્રુપ શેરોમાં ગાબડાં પડતાં માર્કેટ કેપ. ત્રણ દિવસમાં રૂ.5,56,686 કરોડ ધોવાયું
અદાણી ગ્રુપ મામલે અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગ દ્વારા અપાયેલા નેગેટીવ રીપોર્ટ બાદ શરૂ થયેલી અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં ખાનાખરાબી અટકવાનું નામ લેતી નથી. અદાણી ગ્રુપ દ્વારા આ રીપોર્ટના વિગતવાર ખંડન છતાં હિડનબર્ગ પોતાના રીપોર્ટને વળગી રહી આક્ષેપો યોગ્ય હોવાનું ઠરાવતાં રહેતાં સેન્ટીમેન્ટ વધુ ખરડાયું હતું. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં વધુ રૂ. ૧,૫૦,૦૦૦ કરોડનું અને ત્રણ દિવસમાં ૫,૫૬,૬૮૬ કરોડનુ ધોવાણ થવા પામ્યુ છે.
અદાણી ગ્રુપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૪,જાન્યુઆરીના રૂ.૧૯,૧૯,૮૮ કરોડ હતું, એ ૨૫,જાન્યુઆરીના હિંડનબર્ગના રીપોર્ટ બાદ ધોવાણ રૂ.૯૧,૬૭૧ કરોડ ઘટીને રૂ.૧૮,૨૮,૦૦૦ કરોડ આવી ગયું હતું, જે ૨૭,જાન્યુઆરીના શુક્રવારે વધુ મોટાપાયે ખાનાખરાબી થતાં ઘટીને રૂ.૧૫,૨૦,૦૦૦ કરોડ જેટલું આવી ગયું હતું. આજે અદાણી ગ્રુપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસીઝ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, એસીસીમાં આરંભમાં લેવાલીએ રિકવરી છતાં અન્ય ગ્રુપ કંપનીઓના શેરોમાં અદાણી ટોટલ ગેસ ૨૦ ટકાની નીચલી સર્કિટમાં રૂ.૫૮૬.૯૦ તૂટીને રૂ.૨૩૪૭.૬૫ અને અદાણી ટ્રાન્સમિશન ૧૪.૯૧ ટકા એટલે કે રૂ.૨૯૯.૬૦ તૂટીને રૂ.૧૭૧૦.૧૦ તેમ જ અદાણી ગ્રીન એનજીૅ ૨૦ ટકા એટલે કે રૂ.૨૯૬.૮૦ તૂટીને રૂ.૧૧૮૭.૭૦ થઈ જવા સાથે અદાણી વિલમાર પાંચ ટકા એટલે કે રૂ.૨૫.૮૫ ગબડીને રૂ.૪૯૧.૪૫ આવી જતાં અને અદાણી પાવર પાંચ ટકા એટલે કે રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૨૩૫.૬૫ બંધ રહ્યા હતા.
અદાણી ગ્રુપમાં ત્રણ દિવસમાં રૂ.5,56,686 કરોડનું ધોવાણ
કંપનીનું નામ
માર્કેટ કેપિટલાઈઝેશન
માર્કેટ કેપિટલાઈઝેશન
કેટલું ધોવાણ
-
૨૪,જાન્યુ.૨૦૨૩
૩૦,જાન્યુ. ૨૦૨૩
(રૂ.કરોડમાં)
અદાણી એન્ટરપ્રાઈસ
રૂ.૩,૯૨,૪૭૪
રૂ.૩,૨૮,૧૪૯
-રૂ.૬૬,૩૨૫
અદાણી પોર્ટ એસઈઝેડ
રૂ.૧,૬૪,૩૫૪
રૂ.૧,૨૮,૯૨૮
-રૂ.૩૫,૪૨૬
અદાણી પાવર લિ.
રૂ.૧,૦૫,૯૮૮
રૂ.૯૦,૮૮૯
-રૂ.૧૫,૦૯૯
અદાણી ટ્રાન્સમિશન
રૂ.૩,૦૭,૪૪૬
રૂ.૧,૯૦,૭૬૦
-રૂ.૧,૧૬,૬૮૬
અદાણી ગ્રીન એનજીૅ
રૂ.૩,૦૩,૧૧૩
રૂ.૧,૮૮,૧૩૬
-રૂ.૧,૧૪,૯૭૭
અદાણી ટોટલ ગેસ
રૂ.૪,૨૭,૩૨૫
રૂ.૨,૫૮,૧૯૬
-રૂ.૧,૬૯,૧૨૯
અદાણી વિલમાર લિ.
રૂ.૭૪૪૯૧.૦૦
રૂ.૬૩,૮૭૩.૦
-રૂ.૧૦,૬૧૮
અંબુજા સિમેન્ટ
રૂ.૯૮,૯૯૪.૦૦
રૂ.૭૬,૯૩૪.૦
-રૂ.૨૨,૦૬૦
એસીસી લિ.
રૂ.૪૩,૮૭૧.૦૦
રૂ.૩૫,૭૬૭.૦
-રૂ.૮૧૦૪
એનડીટીવી લિ.
રૂ.૧૮૩૧.૦૦
રૂ.૧૫૭૦.૦૦
-રૂ.૨૬૧
કુલ માર્કેટ કેપ.
રૂ.૧૯,૧૯,૮૮૮
રૂ.૧૩,૬૩,૨૦૨
-રૂ.૫,૫૬,૬૮૬
અદાણીના FPOમાં અબુધાબીની IHC રૂ.3260 કરોડ રોકશે
- એફપીઓની મુદ્દત શુક્રવાર સુધી લંબાવવાની શકયતા : આજે સાંજે નિર્ણય
અદાણી ગ્રુપ વિરૂધ્ધ અમેરિકાની ઈન્વેસ્ટમેનટ્ રિસર્ચ કંપની હિંડનબર્ગના ગંભીર આક્ષેપો અને આ આક્ષેપોના અદાણી ગ્રુપ દ્વારા વિગતવાર ખંડન છતાં ખરડાયેલા સેન્ટીમેન્ટને પરિણામે ગ્રુપ કંપનીઓના શેરોમાં અવિરત ગાબડાં પડતાં અદાણી એન્ટરપ્રાઈસીઝની ફોલોઓન પબ્લિક ઓફર(એફપીઓ)ને આજે બીજા દિવસે પણ રોકાણકારોના સાવચેતીના અભિગમે નબળો પ્રતિસાદ રહ્યો હતો.
બીજા દિવસે સાંજે એફપીઓમાં અબુધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની(આઈએચસી) દ્વારા ૪૦ કરોડ ડોલરનું એટલે કે રૂ.૩૨૬૦ કરોડનું રોકાણ કરવાનો નિર્ણય જાહેર કરાતાં શકય છે કે એફપીઓની મુદ્દત લંબાવવાની કંપનીને ફરજ પડશે નહીં.
અબુધાબીની આઈએચસીનું ભારતમાં આ બીજું રોકાણ હશે, અગાઉ ગત વર્ષમાં અદાણી ગ્રુપ કંપનીઓમાં ત્રણ ગ્રીન ફોક્સ્ડ કંપનીઓ અદાણી ગ્રીન એનજીૅ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈસીઝમાં મળીને બે અબજ અમેરિકી ડોલરનું એટલે કે ૭.૩ અબજ દિરહામનું રોકાણ કર્યું હતું. આજે બીજા દિવસે એફપીઓ વધીને માત્ર ૦.૦૨ ગણો એટલે કે બે ટકા જેટલો જ ભરાયો છે. જેમાં અલબત કુલ અરજીઓ ૪૮૭૯૪ આવી છે. રીટેલમાં ચાર ટકા, કર્મચારી કેટેગરીમમાં ૧૨ ટકા અને બિન સંસ્થાકીયમાં એક ટકા ભરાયો છે.
જેથી બજારના વર્તુળો આવતીકાલે એફપીઓનો અંતિમ દિવસ હોઈ નબળો પ્રતિસાદ ચાલુ રહેવાના સંજોગોમાં એફપીઓની મુદત લંબાવીને શુક્રવાર સુધીની કરવામાં આવી શકે છે એવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઈસીઝના શેરોનો રૂ.૩૧૧૨ થી રૂ.૩૨૭૬ પ્રાઈસ બેન્ડનો એફપીઓ સામે શેર બજારમાં ડિસ્કાઉન્ટમાં રૂ.૨૮૮૫ ભાવે મળી રહ્યો હોઈ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની બજારમાં નીચા ભાવે સક્રિય લેવાલી થઈ રહ્યાનું અને એફપીઓમાં નિરૂત્સાહ જોવાઈ રહ્યાનું જાણકારો માની રહ્યા છે. એફપીઓ ગઈકાલે ઈસ્યુ બંધ થવા સુધી નહીં ભરાવાના સંજોગોમાં સેબી ધારાધોરણો મુજબ કંપની ઈસ્યુના ફ્લોર ભાવથી ૨૦ ટકા સુધી નીચા ભાવે એફપીઓની તારીખ લંબાવી શકે છે.
અલબત અદાણી ગ્રુપ દ્વારા ઈસ્યુનો ભાવ કે તારીખ લંબાવવામાં નહીં આવે એવું સ્પષ્ટ જણાવ્યું છે, ત્યારે એફપીઓ છેલ્લી ઘડીમાં આવતીકાલે છલકાઈ જવાની પણ જાણકારો ગણતરી મૂકી રહ્યા છે.
હિન્ડેનબર્ગના કેટલાક સવાલો જેના જવાબ મળતા નથી
હિન્ડેનબર્ગના સમગ્ર અહેવાલમાં વિનોદ અદાણી અને તેમણે ભારતની બહાર સ્થાપેલી કંપનીઓ અંગે સૌથી વધુ સવાલ કરવામાં આવ્યા છે. આ અહેવાલ અનુસાર વિનોદ અદાણી તેમણે ઉભી કરેલી કંપનીઓની માયાજાળથી કોઇપણ પ્રકારના ધંધા વગર, ઓફીસ કે અન્ય કર્મચારી વગર અદાણી જૂથની લીસ્ટેડ, ખાનગી અને અન્ય કંપનીઓમાં રોકાણ અને ધિરાણ કરે છે અને આ વ્યક્તિ ચેરમેનના મોટા ભાઈ, કુટુંબના વ્યક્તિ હોવા છતાં તે અંગે કોઈ પારદર્શી માહિતી રોકાણકારોને, ભરતી એક્સચેન્જ કે સત્તાવાળાને આપવામાં આવી નથી.
ભારતમાં એક અબજ ડોલરનું કૌભાંડ કરી ભાગી છુટેલા ડાયમંડ મર્ચન્ટ જાતિન રજનીકાંત મહેતાના પુત્ર સાથે વિનોદ અદાણીની પુત્રી કૃપાના લગ્ન થયા છે. જતીન મહેતા અને મોન્ટેરોસા નામની કંપની વચ્ચે ગાઢ સંબંધો છે અને જાતિન મહેતા તેની ભારતીય પેઢીમાં ચેરમેન હતા.
એમીકોર્પ નામની કોર્પોરેટ સેવા આપતી કંપનીએ ગૌતમ અદાણીની સાત કંપનીઓ ઉભી કરી છે તેમજ વિનોદ અદાણી માટે વિદેશમાં ૧૭ જેટલી કંપનીઓની સ્થાપના કરી છે. એમાંથી ત્રણ કંપનીઓ મોરેશિયસ સ્થિત છે જે અદાણી જૂથની કંપનીઓમાં મોટું શેરહોલ્ડીંગ ધરાવે છે.
લીસ્ટીંગ થયું હોય નહી એવી અદાણી જૂથની એક કંપનીને વિનોદ અદાણીની મોરેશિયસ સ્થિત કંપનીએ રૂ.૧૧૭૧ કરોડનું ધિરાણ કરેલું છે. આ ધિરાણ અંગે શેરહોલ્ડરને કોઈ માહિતી આપવામાં આવી નથી. અદાણી એન્ટરપ્રાઈસને પણ આ કંપનીએ રૂ.૯૮૪ કરોડનું ધિરાણ કરેલુ છે.
વિનોદ અદાણીની મોરેશિયસ સ્થિત ઈમર્જીંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ડીએમસીસી પાસે કોઈ કર્મચારી નથી પણ તેણે અદાણી પાવરની એક પેટા કંપનીને એક અબજ ડોલરનું ધિરાણ કરેલું છે.
વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન શ્રેણીબદ્ધ વ્યવહારો થકી અદાણી એન્ટરપ્રાઈસની કેટલીક મિલકત વિનોદ અદાણીના અંકુશમાં હોય એવી સિંગાપોર સ્થિત કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
શેરકૌભાંડમાં સંડોવાયેલા કેતન પારેખ હજુ પણ તેના જુના ગ્રાહકો મત કામ કરે છે તેમાં વિનોદ અદાણીનો પણ સમાવેશ થાય છે.
વિનોદ અદાણી કેટલી કંપની સાથે ડીરેક્ટર, શેરહોલ્ડર કે માલિક તરીકે જોડાયેલા છે અને આ કંપનીઓ ક્યાં ક્યાં ન્યાયક્ષેત્રમાં નોંધાયેલી છે.
- હિન્ડેનબર્ગ અને અદાણી જૂથ વચ્ચે યુદ્ધ વકર્યું
- રિસર્ચ રિપોર્ટ મલિન ઈરાદાથી ભારતને બદનામ કરવા માટે : અદાણી રાષ્ટ્રવાદના ઓથા તળે છુપાય કામ કરો નહી; હિન્ડેનબર્ગનો જવાબ
અમદાવાદ : ગૌતમ અદાણી જૂથ અને અમેરિક રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ વકરી રહ્યું છે. અદાણી જૂથે રવિવારે જાહેર કરેલા ૪૧૩ પાનાંના જવાબ સામે હિન્ડેનબર્ગે જાહેર કર્યું છે કે તેમણે ઉઠાવેલા ૮૮ સવાલમાંથી ૬૨ના જવાબ હજુ મળી રહ્યા નથી. ઉપરાંત, અદાણી જૂથ દ્વારા હિન્ડેનબર્ર્ગના રિપોર્ટને કોઈ એક કંપની સામે નહી પણ દેશને મલિન કરવાના ઈરાદાથી લખવામાં આવેલા રિપોર્ટ ગણાવ્યો હતો. જેનો જવાબ આપતા હિન્ડેનબર્ગે સોમવારે જણાવ્યું હતું કે ભારત એક જીવંત લોકશાહી છે અને માનીએ છીએ કે ભારત એક આર્થિક સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે પણ રાષ્ટ્રનું ભવિષ્ય અદાણી જૂથ ત્રિરંગો ઓઢી રૃંધી રહ્યું છે.
હિન્ડેનબર્ગના સોમવારના અહેવાલ અનુસાર અદાણી જૂથ દ્વારા ચેરમેન ગૌતમ અદાણીના દુબઈ નિવાસી મોટાભાઈ વિનોદ અદાણી, તેમના વ્યવસાય, આર્થિક વ્યવહારો અને કથિત નાણાકીય ગેરરીતિ અંગે હજુ કોઈ પારદર્શિતા નથી. અદાણી જૂથ હજુ પણ વિનોદ અદાણીએ કરેલા અબજો ડોલરના નાણાકીય વ્યવહારો, શેલ કંપનીઓની માયાજાળ અને જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓના ભાવમાં કથિત ગેરરીતિ અંગે મૌન હોય એવું હિન્ડેનબર્ગ માને છે.
તા. ૨૪ જાન્યુઆરીના રિપોર્ટમાં હિન્ડેનબર્ગનો આક્ષેપ હતો કે વિનોદ અદાણી અને તેમની મોરેશિયસ સ્થિત ૩૮ કંપનીઓ ઉપરાંત યુનાઈટેડ આરબ અમીરાત, સાયપ્રસ, સિંગાપોર અને કેરેબિયન ટાપુઓમાં આવેલી ફર્મ દ્વારા અદાણી જૂથના શેરના ભાવમાં ગેરરીતિ, અદાણી જૂથની કંપનીઓના નાણાકીય ગરબડ અને શેર ખરીદી તેનું પાર્કિંગ કરવામાં આવે છે. આ અંગે અદાણી જૂથ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે વિનોદ અદાણી કંપનીની કોઇપણ લીસ્ટેડ કંપનીમાં ડીરેક્ટર કે હોદ્દેદાર નથી. વિનોદ અદાણી જૂથના સંબંધિત વ્યક્તિ પણ નથી તેથી તેમના નાણાકીય વ્યવહાર અંગે કોઇપણ પ્રકારની માહિતી નથી. ઉપરાંત, વિનોદ અદાણીએ કરેલા નાણાકીય વ્યવહારો કે તેની કોઇપણ વિગત અંગે જૂથ અજાણ છે અને તેમના નાણાનો સ્ત્રોત જાણવાની અદાણી જૂથને જરૂર પણ નથી. વિનોદ અદાણી સંબંધિત વ્યક્તિ છે કે નહી તે અંગે રવિવારે અમદાવાદ સ્થિત જૂથ દ્વારા આપવામાં આવેલા ખુલાસા બાદ હિન્ડેનબર્ગે સોમવારે વળતો હુમલો કરતા જણાવ્યું હતું કે ઇન્ડીયન એકાઉન્ટીય સ્ટાન્ડર્ડ અનુસાર કોઇપણ વ્યક્તિ કે જે બિઝનેસના નિર્ણયમાં પ્રભાવ પાડી શકે તે સંતાન, જીવનસંગી, ભાઈ, બહેન કે માતા-પિતા હોય તેની સાથેના વ્યવહારો, ભલે તેની કિંમત વસૂલવામાં આવી ન હોય તો પણ સંબંધિત વ્યક્તિ તરીકેના વ્યવહાર તરીકે જાહેર કરવા પડે છે. અહીં નોંધવું જોઈએ કે વિનોદ અદાણી જૂથના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે.
અદાણી ગ્રુપ શેરોમાં ગાબડાં પડતાં માર્કેટ કેપ. ત્રણ દિવસમાં રૂ.5,56,686 કરોડ ધોવાયું
અદાણી ગ્રુપ મામલે અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગ દ્વારા અપાયેલા નેગેટીવ રીપોર્ટ બાદ શરૂ થયેલી અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં ખાનાખરાબી અટકવાનું નામ લેતી નથી. અદાણી ગ્રુપ દ્વારા આ રીપોર્ટના વિગતવાર ખંડન છતાં હિડનબર્ગ પોતાના રીપોર્ટને વળગી રહી આક્ષેપો યોગ્ય હોવાનું ઠરાવતાં રહેતાં સેન્ટીમેન્ટ વધુ ખરડાયું હતું. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં વધુ રૂ. ૧,૫૦,૦૦૦ કરોડનું અને ત્રણ દિવસમાં ૫,૫૬,૬૮૬ કરોડનુ ધોવાણ થવા પામ્યુ છે.
અદાણી ગ્રુપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૪,જાન્યુઆરીના રૂ.૧૯,૧૯,૮૮ કરોડ હતું, એ ૨૫,જાન્યુઆરીના હિંડનબર્ગના રીપોર્ટ બાદ ધોવાણ રૂ.૯૧,૬૭૧ કરોડ ઘટીને રૂ.૧૮,૨૮,૦૦૦ કરોડ આવી ગયું હતું, જે ૨૭,જાન્યુઆરીના શુક્રવારે વધુ મોટાપાયે ખાનાખરાબી થતાં ઘટીને રૂ.૧૫,૨૦,૦૦૦ કરોડ જેટલું આવી ગયું હતું. આજે અદાણી ગ્રુપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈસીઝ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, એસીસીમાં આરંભમાં લેવાલીએ રિકવરી છતાં અન્ય ગ્રુપ કંપનીઓના શેરોમાં અદાણી ટોટલ ગેસ ૨૦ ટકાની નીચલી સર્કિટમાં રૂ.૫૮૬.૯૦ તૂટીને રૂ.૨૩૪૭.૬૫ અને અદાણી ટ્રાન્સમિશન ૧૪.૯૧ ટકા એટલે કે રૂ.૨૯૯.૬૦ તૂટીને રૂ.૧૭૧૦.૧૦ તેમ જ અદાણી ગ્રીન એનજીૅ ૨૦ ટકા એટલે કે રૂ.૨૯૬.૮૦ તૂટીને રૂ.૧૧૮૭.૭૦ થઈ જવા સાથે અદાણી વિલમાર પાંચ ટકા એટલે કે રૂ.૨૫.૮૫ ગબડીને રૂ.૪૯૧.૪૫ આવી જતાં અને અદાણી પાવર પાંચ ટકા એટલે કે રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૨૩૫.૬૫ બંધ રહ્યા હતા.
અદાણી ગ્રુપમાં ત્રણ દિવસમાં રૂ.5,56,686 કરોડનું ધોવાણ
કંપનીનું નામ |
માર્કેટ કેપિટલાઈઝેશન |
માર્કેટ કેપિટલાઈઝેશન |
કેટલું ધોવાણ |
- |
૨૪,જાન્યુ.૨૦૨૩ |
૩૦,જાન્યુ. ૨૦૨૩ |
(રૂ.કરોડમાં) |
અદાણી એન્ટરપ્રાઈસ |
રૂ.૩,૯૨,૪૭૪ |
રૂ.૩,૨૮,૧૪૯ |
-રૂ.૬૬,૩૨૫ |
અદાણી પોર્ટ એસઈઝેડ |
રૂ.૧,૬૪,૩૫૪ |
રૂ.૧,૨૮,૯૨૮ |
-રૂ.૩૫,૪૨૬ |
અદાણી પાવર લિ. |
રૂ.૧,૦૫,૯૮૮ |
રૂ.૯૦,૮૮૯ |
-રૂ.૧૫,૦૯૯ |
અદાણી ટ્રાન્સમિશન |
રૂ.૩,૦૭,૪૪૬ |
રૂ.૧,૯૦,૭૬૦ |
-રૂ.૧,૧૬,૬૮૬ |
અદાણી ગ્રીન એનજીૅ |
રૂ.૩,૦૩,૧૧૩ |
રૂ.૧,૮૮,૧૩૬ |
-રૂ.૧,૧૪,૯૭૭ |
અદાણી ટોટલ ગેસ |
રૂ.૪,૨૭,૩૨૫ |
રૂ.૨,૫૮,૧૯૬ |
-રૂ.૧,૬૯,૧૨૯ |
અદાણી વિલમાર લિ. |
રૂ.૭૪૪૯૧.૦૦ |
રૂ.૬૩,૮૭૩.૦ |
-રૂ.૧૦,૬૧૮ |
અંબુજા સિમેન્ટ |
રૂ.૯૮,૯૯૪.૦૦ |
રૂ.૭૬,૯૩૪.૦ |
-રૂ.૨૨,૦૬૦ |
એસીસી લિ. |
રૂ.૪૩,૮૭૧.૦૦ |
રૂ.૩૫,૭૬૭.૦ |
-રૂ.૮૧૦૪ |
એનડીટીવી લિ. |
રૂ.૧૮૩૧.૦૦ |
રૂ.૧૫૭૦.૦૦ |
-રૂ.૨૬૧ |
કુલ માર્કેટ કેપ. |
રૂ.૧૯,૧૯,૮૮૮ |
રૂ.૧૩,૬૩,૨૦૨ |
-રૂ.૫,૫૬,૬૮૬ |