×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

8મી ડિસેમ્બરે કોઈપણ રાજકીય પક્ષને બહુમતિ નહીં, જ્યોતિષોની દ્રષ્ટિએ એક્ઝિટ પોલ ખોટા પડશે

ગાંધીનગર, 6 ડિસેમ્બર 2022, મંગળવાર

બીજા તબક્કાની ચૂંટણી બાદ ગઈ મોડી સાંજે જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલમાં એવુ તારણ નિકળ્યુ છે કે, ભાજપ સતત 7મી વખત ગુજરાતમાં સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ રહ્યાં છે. આ વરતારા વચ્ચે હવે જ્યોતિષિઓ પણ મેદાનમાં આવી ગયા છે. મતદાનના દિવસોની કુંડળીઓને જોઈને તેઓએ એવો વર્તારો આપ્યો છે કે, 8મીએ જાહેર થનારા પરિણામમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી શકશે નહી, ત્રિશંકુ ધારાસભાની શક્યાતઓ પણ છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ એક્ઝિટ પોલ મુજબના પરિણામો નહી આવી રહ્યાં હોવાનુ જાણ્યા બાદ ભાજપના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. તેઓએ હવે અન્ય ટોચના જ્યોતિષિઓ પાસે પરિણામ શું હોઈ શકે તેનો વરતારો કાઢવાનુ શરૂ કર્યુ છે.

શનીની ગુરૂ પરની દ્રષ્ટીથી પરિણામ રસપ્રદ બનશે
1લી ડીસેમ્બરની સવારની કુંડળી જોતા એવો વરતારો કરાયો છે કે, કોઈપણ રાજકીય પક્ષ માટે તેમણે ધારેલાપરિણામો નહી આવે. હંગ એસેમ્બલીની પૂરી શક્યાતાઓ છે. કેમકે લગ્નને મંગળ વક્રી, સાતમાંને લાભેશ અસ્તના ( શુક્ર-બુધ ) ઘર ફૂટે ઘર જાય, છટ્ઠાનો માલીક સાતમે, શનિ સ્વગ્રહી ગુરૂ પર દ્રષ્ટી લગ્નેશ, મહત્વની ભૂમિકા રહે છે. જ્યારે 5મીના દિવસની કુંડળી મુજબ, ભાગ્યેશ ચંદ્ર પણ ભાગ ભજવે. બીજા કુટંબ સ્થાનના માલીક ગુરૂ પર શનીની દ્રષ્ટી. ફરક ચંદ્રનો છે. આમ 1 અને 5 ડીસેમ્બરના દિવસની કુંડળી જોતા રાહુ પણ મહત્વનો ભાગ ભજવશે. જ્યોતિષિઓએ એવુ તારણ કાઢ્યુ છે કે, સેનાપતિ વક્રી મંગળની દ્રષ્ટી,સુર્ય,શુક્ર ઉપર ચોથી કર્મ ઉપર આ દિવસના પરિણામ આશ્ચર્યજનક જોવા મળશે. શનીની ગુરૂ પરની દ્રષ્ટીથી પરિણામ રસપ્રદ બનશે.



ભાજપની ભવ્ય જીતનો વરતારો છત્તા શેરબજાર કેમ તૂટ્યુ?
મોટાભાગના એક્ઝિટ પોલના વરતારા મુજબ ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તાના સૂત્રો સંભાળશે. જેને લઈને ગઈકાલથી જ શેરબજારના સટ્ટોડીયાઓ ગેલમાં હતા. શેરબજાર 500કે 700 પોઈન્ટ ઉપર ખુલશે એવી ગણતરી મુકાતી હતી. દર વખતે ભાજપની તરફેણમાં પરિણામો આવવાનો વરતારો હોય ત્યારે શેરબજાર વધતુ હોય છે. કદાચ પ્રથમ વખત એવુ બન્યુ છે કે, ભાજપને સ્પષ્ટ અને જંગી બહુમતિ મળશે તેવા તારણો નિકળ્યા હોવા છત્તા શેરબજાર વધવાને બદલે આજે તૂટ્યુ છે. સવારે બજારમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. અનેક સ્ક્રિપ્ટના ભાવોમા ઘટાડો નોંધાયો છે. જેને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે,8મીએ જાહેર થનારા પરિણામો એક્ઝિટ પોલના તારણો કરતા જૂદા આવી શકે છે.