×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

74માં પ્રજાસત્તાક દિવસ પર શું શું છે ખાસ, વિવિધ કાર્યક્રમો સાથે દેશની સંસ્કૃતિની ઝલક

image : Twitter

નવી દિલ્હી, 26 જાન્યુઆરી, 2023, ગુરુવાર

74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ પ્રજાસત્તાક દિવસની થીમ પણ જન ભાગીદારી રાખવામાં આવી છે. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસી આ વખતે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ છે. આ વખતનો પ્રજાસત્તાક દિવસ એમ પણ અનેક રીતે ખાસ છે. તેમાં પ્રથમ વખત બીએસએફની ઊંટ સવાર ટુકડીમાં મહિલા ટુકડી પણ સામેલ થઈ રહી છે. ચાલો આપણે એક નજર કરીએ કે આ વખતે શું છે પ્રજાસત્તાક દિવસ પર ખાસ...

મહિલા સૈનિકો 

પ્રથમ વખત બીએસએફ વતી પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન ઊંટોની સવારી કરનાર મહિલાઓની એક વિશેષ ટુકડીને ઉતારશે. તેમને પ્રસિદ્ધ ડિજાઈનર રાઘવેન્દ્ર રાઠોડ દ્વારા તૈયાર કરેલ શાહી યુનિફોર્મ પહેરાવાશે. 

સૈન્ય ટેટૂ અને આદિવાસી નૃત્ય ઉત્સવ 

આ પ્રજાસત્તાક દિવસ 10 સૈન્ય ટેટૂ પ્રદર્શન અને 20 આદિવાસી નૃત્યોનો સાક્ષી બનશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મહોત્સવનો ઉદ્દેશ્ય દેશના શૂરવીરોના બલિદાનને યાદ કરવાનો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાનો છે. 

વંદે ભારતમ 2.0

વંદે ભારતમ નૃત્ય સ્પર્ધાનું બીજી વખત આયોજન કરાયું હતું. તેના માટે લોક/આદિવાીસ, શાસ્ત્રીય અને સમકાલીન/ફ્યૂઝનની શૈલીઓમાં 17-30 વર્ષની વયજૂથના સ્પર્ધકોથી અરજીઓ મગાવાઈ હતી. તેના પછી 17 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2022 સુધી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓ યોજાઈ. તેનું ગ્રેન્ડ ફિનાલે 19 અને 20 ડિસેમ્બર 2022ના રોજ નવી દિલ્હીમાં આયોજિત કરાયું હતું. તેમાં 980 ડાન્સરોએ ભાગ લીધો હતો. હવે તે આ પ્રજાસત્તાક દિવસના ભવ્ય સમારોહમાં પરફોર્મ કરશે. 

ભારત પર્વ 

પ્રજાસત્તાક દિવસ સમારોહના એક ભાગરુપે ૨૬થી ૩૧ જાન્યુઆરી સુધી લાલ કિલ્લા, દિલ્હી સામેના ઉદ્યાન અને જ્ઞાનપથમાં ભારત સરકાર દ્વારા ભારત પર્વ સમારોહ આયોજિત કરાશે. તેમાં ખાદ્ય મહોત્સવ, હસ્તશિલ્પ મેળો, લોક અને આદિવાસી નૃત્ય પ્રદર્શન, સાંસ્કૃતિક મંડળીઓ દ્વારા પ્રદર્શન, સર્વિસ બેન્ડ કોન્સર્ટ, પ્રજાસત્તાક  દિવસની ઝાંકીઓનું પ્રદર્શન, લાલ કિલ્લા પર પ્રકાશ વ્યવસ્થા વગેરે સામેલ હશે. આ આયોજન દરમિયાન દેખો અપના દેશ, એક ભારત શ્રેષ્ઠ ભારત, જી૨૦ અને મિશન લાઈફનું બ્રાન્ડિંગ અને પ્રચાર કરાશે. સમગ્ર ભારત પર્વ ઝોનને સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર તરીકે નોમિનેટ કરાશે. 

ડ્રોન શૉ 

આ વર્ષે બીટિંગ રીટ્રિટ સમારોહમાં ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શૉ ડિસ્પ્લે થશે. જેમાં ગત વર્ષના 1000ની તુલનાએ 3500 ડ્રોન એક સાથે ઉડાવાશે. સ્વદેશી ડ્રોન રાયસીનાના પર્વતો પર સાંજના આકાશને રોશન કરશે. 

એનામોર્ફિક પ્રોજેક્શન

બીટિંગ રીટ્રિટ સમારોહ 29 જાન્યુઆરીએ વિજય ચોક પર આયોજિત થશે. પ્રથમ વખત નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકના આગળના ભાગ પર એક ૩ડી એનામોર્ફિક પ્રોજેક્શન પ્રદર્શિત કરાશે.