×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

71 હોસ્પિટલોમાં ઓપરેશન બંધ: 229 શાળાઓમાં શિક્ષણ બંધ, વાંચો કેમ ?


- NOC વગરની 71 હોસ્પિટલોમાં હવે માત્ર OPD જ, ઓપરેશન નહિ થઈ શકે

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી, 2022

લોકોના સ્વાસ્થયની ચિંતા કરતા ગુજરાત હાઈકોર્ટ હવે આકરા પાણીએ આવી છે. રાજ્યભરના ફાયર NOC વગરના યુનિટો પર કોર્ટે સખ્તી દાખવી છે અને મુખ્ય કામકાજ બંધ કરવા આદેશ આપ્યો છે.


NOC મામલે ગુજરાત સરકારે કોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતની 71 હોસ્પિટલો અને 229 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. કોર્ટ આ આંકડો સાંભળી ચોંકી ઉઠી અને તમામ સામે એક્શન લેવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ફાયર નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન ધરાવતી રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં આવેલ 71 હોસ્પિટલોમાં ઓપરેશન બંધ કરવા આદેશ કર્યો છે. આ સિવાય કોર્ટે 229 શાળાઓમાં શિક્ષણકાર્ય પણ બંધ કરવા હુકમ ફરમાવ્યો છે. કોર્ટે આ હોસ્પિટલોમાં માત્ર ઓપીડી જ ચાલુ રાખવા અને શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય પર પ્રતિબંધ મુક્યો છે. 

હાઈકોર્ટે સુરક્ષાના નિયમોનું ફરજિયાત પાલન કરાવવા માટે સરકારને હુકમ કર્યો છે.