×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

700થી 4.5 હજાર રૂપિયામાં પોલીસકર્મીને રાખી શકો છો ભાડે, હવે થઈ રહ્યો છે વિરોધ


- સંશોધિત દર અનુસાર ખાનગી ઉપયોગ, ફિલ્મના શૂટિંગ અને વિવિધ સમારંભ માટે પોલીસ બોલાવવા પર રેન્ક પ્રમાણે કિંમત ચુકવવાની હોય છે, આખું પોલીસ સ્ટેશન પણ ભાડે રાખી શકાય 

કોચી, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવાર

દેશના દક્ષિણ પ્રાંતમાં આવેલા એક રાજ્યમાં એવો એક જૂનો નિયમ છે કે, રાજ્યની જનતા વીઆઈપી સુરક્ષાના નામે કોઈ પણ પોલીસકર્મીને ભાડેથી રાખી શકે છે. આ માટે માત્ર ફી ચુકવવાની હોય છે. વ્યક્તિ ઈચ્છે તો આખા દિવસ માટે માત્ર 700 રૂપિયામાં કોન્સ્ટેબલને ભાડે રાખી શકે છે. ઈન્સ્પેક્ટરને ભાડે રાખવા હોય તો 2,560 રૂપિયા ચાર્જ લાગે છે. ઉપરાંત વ્યક્તિ ઈચ્છે તો આખું પોલીસ સ્ટેશન પણ ભાડે રાખી શકે છે જેના માટે 33,100 રૂપિયાનો ખર્ચો થાય છે. 

કયા રાજ્યમાં છે આવો કાયદો

આ કાયદો કેરળ રાજ્યમાં અમલી છે અને તાજેતરમાં ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હકીકતે કુન્નુરના કે કે અંસારી નામના એક વ્યક્તિએ પોતાની દીકરીના લગ્નમાં વીઆઈપી સુરક્ષાના નામે 4 કોન્સ્ટેબલને ભાડે રાખ્યા હતા. નવાઈની વાત એ છે કે, લગ્નમાં કોઈ વીઆઈપી મહેમાન આવ્યું જ નહોતું. 

પોલીસ કર્મચારીઓ દ્વારા વિરોધ

કેરળ પોલીસના અનેક અધિકારીઓ દ્વારા આ નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેરળ પોલીસ એસોસિએશને તાજેતરની આ ઘટના અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી સાર્વજનિકરૂપે વિરોધ પણ નોંધાવ્યો છે. 

પોલીસ અધિકારીઓના સંઘોએ મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ પ્રમુખને આ અંગે ફરિયાદ પણ કરી છે. કેરળ પોલીસ અધિનિયમની કલમ 62(2) પ્રમાણે એક સામાન્ય વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે પોલીસ રાખવાનો કોઈ જ અધિકાર નથી. પછી ભલે તે મફતમાં હોય કે પછી તેના માટે ચુકવણી કરવામાં આવી હોય. ખાનગી વ્યક્તિ કે સંસ્થાઓને સુરક્ષાની જરૂર પડે તો રાજ્ય ઔદ્યોગિક સુરક્ષા બળની નિયુક્તિ કરી શકાય. 

રેટ ચાર્ટ

સંશોધિત દર અનુસાર ખાનગી ઉપયોગ, ફિલ્મના શૂટિંગ અને વિવિધ સમારંભ માટે પોલીસ બોલાવવા પર રેન્ક પ્રમાણે કિંમત ચુકવવાની હોય છે. સીઆઈ રેન્કના અધિકારી માટે એક દિવસનું ભાડું 3,795 રૂપિયા હોય છે અને જો રાતનો સમય હોય તો 4,750 રૂપિયા આપવા પડે છે. જ્યારે એસઆઈ માટે દિવસ અને રાતના દર અનુક્રમે 2,560 અને 4,360 રૂપિયા છે. જો પોલીસ ડોગ રાખવામાં આવે તો તેનો ચાર્જ 6,950 રૂપિયા છે. ઉપરાંત જરૂર પડે તો પોલીસ કર્મચારીઓને વાયરલેસ સેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેના માટે 2,315 રૂપિયા ચાર્જ ચુકવવાનો રહે છે.