×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

7 લાખ સુધીની વાષક આવક પર કોઈ ટેક્સ નહીં


- નાના કરદાતાઓને ખુશ કરવા નવી જાહેરાત કરાઈ

- નવી સ્કીમમાં કરદાતાને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ. 52,500 આપવામાં આવશે રૃા. સાત લાખથી આવક વધી જાય તો તમામ વેરા લાભ પાછા ખેંચી લેવામાં આવશે

અમદાવાદ : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટ સાથે કરદાતાઓ માટે જાહેર કરેલી નવી આવકવેરાની સ્કીમ પ્રમાણે રિટર્ન ફાઈલ કરનારને રૂ. ૭ લાખ સુધીની આવક પર કોઈપણ વેરો ભરવાની જવાબદારી આવશે નહિ. પગારદારને આપવામાં આવતું સ્ટાન્ડર્ડ ડિડક્સન રૂ. ૫૦,૦૦૦થી વધારીને રૂ. ૫૨,૫૦૦ કરવામાં આવ્યું છે. આવકવેરાની નવી સ્કીમમાં જ રૂ. ૫૨,૫૦૦નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવમાં આવશે.

નવી સ્કીમમાં આવકવેરાના છ ને બદલે પાંચ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. રૂ. ૩ લાખ સુધીની આવક પર શૂન્ય ટકા ટેક્સ લાગશે. રૂ. ૩થી ૬ લાખ સુધીની આવક પર ૫ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. તેમજ ૬થી ૭ લાખ સુધીની આવક પર ૧૦ ટકા ટેકસ લગાવવામાં આવ્યો છે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનુ કહેવું છે કે નવી સ્કીમ હેઠળ ૨૫૦૦૦નો વેરા લાભ આપવામાં આવ્યો છે. આ માટે નાણાં મંત્રીએ કલમ ૮૭-એમાં ફેરફાર કર્યો છે. નવી સ્કીમ મુજબ ટેક્સ ભરનાર વ્યક્તિને રૂ. ૨૫૦૦૦ સુધી ટેક્સનો રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. જે કરદાતાની વાર્ષિક આવક રૂ. ૭ લાખ સુધીની હોય તેમને નવી સ્કીમ મુજબ રૂ. ૨૫૦૦૦ ટેક્સ ભરવાનો આવે છે, પરંતુ તેમણે વાસ્તવ તે ટેક્સ જમા કરાવવો પડશે નહિ. આ માટે તેમને રૂ. ૨૫૦૦૦ ટેક્સ રિબેટ આપવામાં આવ્યું છે.

કરદાતાની આવક રૂપિયા સાત લાખથી એક રૂપિયો પણ વધી જાય તો આ યોજના હેઠળ તેને મળતો રૂપિયા ૨૫ હજારનો વેરા લાભ પાછા ખેચાઈ જશે.

બીજીતરફ જૂની વ્યવસ્થા હેઠળ એટલે કે રૂ. ૨.૫ લાખની વેરામુક્ત આવકની વ્યવસ્થામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં ૨.૫ લાખથી ૫ લાખ સુધીની વાર્ષિક આવક પર ૫ ટકાના દરે વેરો લેવાનું પૂર્વવત ચાલુ રાખ્યું છે. 

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે જૂની વ્યવસ્થા હેઠળ રૂ. ૫ લાખ સુધીની આવક પર રૂ. ૧૨,૫૦૦નો ભરવાપાત્ર વેરો માફ કરી દેવાયો છે. પરંતુ કરદાતાની આવક રૂ. ૫,૧૦,૦૦૦ થઈ જાય કે પાંચ લાખથી એક રૂપિયો પણ વધી જાય તો કરદાતાને રૂ. ૧૨,૫૦૦ની વેરામાફીનો લાભ મળતો નથી. તેમ જ ૫,૧૦,૦૦૦માંથી ૨.૫ લાખ વેરામુક્ત આવક બાદ કરતાં બાકી બચતા રૂ. ૨.૬૦,૦૦૦ પર રૂ. ૧૨,૭૦૦નો વેરો ભરવાનો થાય છે.

આવક વેરાના નવી ટેક્સ કેટલો વેરો

સ્લેબ

સ્કીમમાં સ્લેબ

થશે

રૂ. ત્રણ લાખ સુધી

માફી

માફી

રૂ. ત્રણથી છ લાખ

૫%

૧૫ હજાર

રૂ. છથી નવ લાખ

૧૦%

૩૦ હજાર

રૂ. નવથી બાર લાખ

૧૫%

૪૫ હજાર

રૂ. બારથી પંદર લાખ

૨૦%

૬૦ હજાર

રૂ. પંદરથી વીસ લાખ

૩૦%

૧૫ હજાર

કુલ ટેક્સ

-

ત્રણ લાખ