×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

68th National Film Awards: 68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, જાણો કોણ મારી રહ્યું છે બાજી


નવી દિલ્હી, તા. 22 જુલાઈ 2022 શુક્રવાર

આજે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં 68મા નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત થઈ રહી છે. મોસ્ટ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ મધ્ય પ્રદેશને આપવામાં આવ્યો છે. બેસ્ટ ક્રિટિકનો એવોર્ડ આ વખતે કોઈને આપવામાં આવ્યો નથી. બેસ્ટ બુક ઓન સિનેમાનો એવોર્ડ ધ લોગેસ્ટ કિસને મળ્યો છે. આને કિશ્વર દેસાઈએ લખ્યો છે. 

આજે જાહેરાત પહેલા જ્યુરી સભ્યોનુ પ્રતિનિધિમંડળ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યુ અને તેમને રિપોર્ટ સોંપ્યો. કેન્દ્રીય મંત્રીએ જ્યુરી સભ્યોના કાર્યના વખાણ કર્યા. 

67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મનોજ વાજપેયી, ધનુષ, કંગના રનૌત, વિજય સેથુપથી અને સંજય પુરન સિંહ સહિત અન્યોને સન્માનિત કરવામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની છિછોરે બેસ્ટ ફીચર ફિલ્મ ઈન હિંદી બની હતી.

- નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો એવોર્ડ હિંદીમાં વિશાલ ભારદ્વાજને મળ્યો છે. તેમને આ '1232 KMS: મરેંગે તો વહીં જાકર' માટે મળ્યો છે.

- સ્પેશિયલ જ્યુરી એવોર્ડ હિંદી અને અંગ્રેજીમાં 'એડમિડેટ' ને મળ્યો છે. જેના ડાયરેક્ટર ઓજસ્વી શર્મા છે.

- બેસ્ટ ઈંવેસ્ટિગેશન ફિલ્મનો એવોર્ડ 'ધ સેવિઅર:બ્રિગેડિયર પ્રીતમ સિંહ' પંજાબીને મળ્યો છે. આના ડાયરેક્ટર ડો. પરમજીત સિંગ કટ્ટુ છે.

- બેસ્ટ એડિટિંગનો એવોર્ડ 'બોર્ડરલેંડ્સ' મળ્યો છે.

- બેસ્ટ ઓડિયોગ્રાફીનો એવોર્ડ 'પર્લ ઓફ ધ ડેઝર્ટ' રાજસ્થાનીને મળ્યો છે.

- બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ 'ઓહ ડેટ્સ ભાનૂ'ને મળ્યો છે.

બેસ્ટ એક્ટર બન્યા સૂર્યા અને અજય દેવગન

68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની લિસ્ટમાં બેસ્ટ એક્ટર તરીકે સૂર્યા અને અજય દેવગનને સન્માન મળ્યુ છે.

બેસ્ટ એક્ટ્રેસ બની સૂર્યા સ્ટાર અપર્ણા બાલામુરલી

68મા રાષ્ટ્રીય પુરસ્કારમાં સૂર્યા અભિનેત્રી અપર્ણા બાલામુરલીને બેસ્ટ એક્ટ્રેસનુ સન્માન મળ્યુ છે.

બેસ્ટ ડાયલોગ માટે પણ મંડલાએ જીત્યો નેશનલ એવોર્ડ

બેસ્ટ ડાયલોગની કેટેગરીમાં તમિલ ફિલ્મ મંડેલાએ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો.

બેસ્ટ ડેબ્યૂડેન્ટ ડાયરેક્ટ માટે ફિલ્મ મંડેલાને મળ્યુ સન્માન

તમિલ ફિલ્મ મંડેલા માટે નિર્દેશક મડોના અશ્વિનને બેસ્ટ ડેબ્યૂડેંટ ડાયરેક્ટરને નેશનલ એવોર્ડ મળ્યો છે.

સોરરાઈ પોટ્ટરુને મળ્યો બેસ્ટ મ્યુઝિકનો નેશનલ એવોર્ડ

સૂર્યા સ્ટારર તમિલ ફિલ્મ સોરરાઈ પોટ્ટરુને બેસ્ટ મ્યુઝિકનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ નિર્દેશક માટે સોરરાઈ પોટ્ટરુએ જીત્યો એવોર્ડ

તમિલ ફિલ્મ સોરરાઈ પોટ્ટરુના નિર્દેશક સુધા કોંગરુને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બેસ્ટ સ્ક્રીન્પ્લે માટે સોરરાઈ પોટ્ટરુને મળ્યુ સન્માન

સૂર્યાની તમિલ ફિલ્મ સોરરાઈ પોટ્ટરૂને 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની લિસ્ટમાં બેસ્ટ સ્ક્રીન પ્લેનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ ફીચર ફિલ્મ બની સૂર્યની સોરરાઈ પોટ્ટરુ

તમિલ ફિલ્મ સ્ટાર સૂર્યાની ફિલ્મ સોરરાઈ પોટ્ટરુને બેસ્ટ ફીચર ફિલ્મનુ નેશનલ એવોર્ડ મળ્યો છે.