×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

6 દિવસ બાદ નક્સલીઓએ સીઆરપીએફ જવાન રાકેશ્વર સિંહને છોડી મુક્યા

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર

નક્સલીઓ દ્વારા સીઆરપીએફના કોબરા કમાંડો રાકેશ્વર સિંહને છોડી મુકવામાં આવ્યા છે. ગત 3 એપ્રિલના છત્તીસગઢના બીજાપુરમાં થયેલી અઠડામણમાં નક્સલીઓએ તેમને બંધક બનાવ્યા હતા. મળતી માહિતિ પ્રમાણે બપોરે 4 વાગ્યે નક્સલીઓએ રાકેશ્વર સિંહને છોડી મુક્યો છે. જો કે અત્યારે એ માહિતિ નથી મળી કે સરકારે નક્સલીઓની કોઇ માંગ પુરી કરી છે કે નહીં.

રાકેશ્વર સિંહને છોડી મુકતા તેમના પરિવારે ખુશી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા બે સભ્યોની ટીમ ગઠિત ટીમ અને અન્ય સેંકડો ગ્રામજનોની હાજરીમાં નક્સલીયોએ જવાનને છોડી મુક્યો છે. નક્સલીઓના કહેવાથી સીઆરપીએફના જવાનને લેવા માટે કુલ 11 લોકો ગયા હતા. તેઓ બસ્તરના બીહડમાં ગા હાતા જેમાં 7 પત્રકારો પણ હતા.

ઉલ્લેખનીય છે કે શનિવારે નક્સલીઓએ ઘાત લગાવીને સીઆરપીએફના જવાન પર હૂમલો કર્યો હતો. જેમાં 23 જવાનો શહીદ થયા હતા. આ સિવા. બે ડઝન કરતા પણ વધારે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન નક્સલીઓએ રાકેશ્વર સિંહને બંધક બનાવ્યો હતો.