×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

57 સેકન્ડમાં 2.7 કિ.મીનો વિશ્વનો સૌથી ટુંકો વિમાન પ્રવાસ








- આ પ્રવાસ સ્કોટલેન્ડના ઓેર્કની ટાપુમાં વેસ્ટ્રેથી પાપા વેસ્ટ્રે વચ્ચે થાય છે

- 36 પાઉન્ડ  (3644  રુપિયા) 57  સેકન્ડ સુધી  વિમાનમાં બેસવાનો ટિકિટ  

- 1967 માં આ વિમાન પ્રવાસની શરુઆત થઇ હતી 

- આ એર રુટમાં નોકરીયાત શિક્ષકો, હેલ્થ સ્ટાફ તથા બિમાર દર્દીઓ અપડાઉન કરે  છે 

- પાપા વેસ્ટ્રેમાં પુરાતત્વની દ્વષ્ટીએ મહત્વની ગણાતી 60 થી વધુ ઐતિહાસિક સાઇટસ આવેલી હોવાથી સ્ટુડન્ટસ અને તજજ્ઞાો સંશોધન માટે વર્ષ દરમિયાન આવતા રહે છે.

બ્રિટનના ઉત્તર સ્કોટલેન્ડમાં ઉંડી ખાડીના કારણે નાના ટાપુઓનો એક સમુહ બને છે જે ઓર્કેની આઇલેન્ડ તરીકે ઓળખાય છે. આ આઇલેન્ડમાં મુખ્યત્વે  વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે એમ બે ભૂમિ ભાગ પડે છે. સ્કોટિશ એરલાઇન્સ લોગાનેયર આ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આજકાલ કરતા છેલ્લા ૫૪ વર્ષથી એરરુટ ચલાવે છે. 

૧૯૬૭માં શરુઆત થઇ હતી તે પછી હજુ પણ અવિરત ચાલે છે. વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે આઇલેન્ડ સુધીના ૨.૭ કિમીના અંતરને કાપવા માટે કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે. જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર ૫૭ સેકન્ડનો સમય લાગે છે. જો કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજોગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મીનિટ લે છે.

રોજ સવારથી સાંજ સુધી ચાલતી આ  વિમાનફેરીમાં નોકરીયાત શિક્ષકો, હેલ્થ સ્ટાફ તથા બીમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે  છે. માત્ર ૫૭ સેકન્ડ સુધી વિમાનમાં મુસાફરી કરવાનો ખર્ચ  ૩૬ પાઉન્ડ જેટલો થાય છે. તેમણે ફરજીયાત વિશ્વના સૌથી ટુંકા એરરુટમાં મુસાફરી કરીને પહોંચવું પડે છે. 

સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭  કીમીના એર રૃટનો સૌથી વધુ ઉપયોગ કરે છે.  આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસવા આવે છે. સ્કોટિશ સરકાર ૪.૫ મિલીયન પાઉન્ડમાં વિમાન ફેરી ચલાવવાનો  કોન્ટ્રાકટ આપે છે. આ રુટ દ્વીપ સમૂહની મઘ્યમાં ૪૩ કિમી દૂર આવેલા કિર્કવાલ શહેર સાથેની કનેકટીવિટી માટે પણ મહત્વનો છે. આ રુટ ચલાવવા માટે ખર્ચ વધારે થતો હોવાથી સરકાર પણ સેવાના ધોરણે મદદ કરે છે. 

પાયલોટે એર રુટ પન્ર લેન્ડિંગ અને ટેક ઓવર ખૂબજ સાવચવીને કરવું પડે છે. વેસ્ટ્રેથી પાપા વેસ્ટરે એરપોર્ટ પર રવીવારે પણ અવિરત ચાલતી રહે છે. આ રુટનું અંતર એડનબર્ગ એરપોર્ટના રનવે જેટલું છે. સ્ટુઅર્ટ લિંકલેટર નામના પાયલોટ સૌથી વધુ ૧૨૦૦૦ ટ્રીપ ચલાવવાનો અનુભવ ધરાવતો હતો જે ૨૦૧૩માં નિવૃત થયો હતો.