×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5 વર્ષોમાં ભારત સૈન્ય ખર્ચ મામલે રશિયા-બ્રિટનથી આગળ નીકળ્યું, કરી આટલી ખરીદી

image : Twitter


નવી દિલ્હી તા, 4, ફેબ્રુઆરી, 2023

ભારતીય સૈન્ય ગત 5 વર્ષોમાં ગમે તે પાડોશીને પડકારી શકે તે હદે મજબૂત થઈ છે. એમાં એલએસી હોય કે પછી એલઓસી, શત્રુઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે ડિફેન્સ સંબંધિત હથિયારોનો ભંડાર ઊભો કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે. માહિતી અનુસાર ભારતે છેલ્લા 5 વર્ષોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઈઝરાયલ અને સ્પેન જેવા દેશો પાસેથી 1.9 લાખ કરોડના શસ્ત્રસરંજામની ખરીદી કરી છે. 

વિવિધ પ્રકારના હથિયારોની ખરીદી કરી

ભારતે વિદેશોથી સૈન્ય ઉત્પાદનોમાં હેલિકોપ્ટર, રોકેટ, બંદૂક, અસોલ્ટ રાઈફલ, વિમાન રડાર, મિસાઈલ અને વિસ્ફોટક પણ ખરીદયા છે. ડિફેન્સ રાજ્યમંત્રી અજય ભટ્ટએ લોકસભામાં જણાવ્યું કે ભારતે 2017-2018માં સૈન્ય ઉપકરણો માટે 264 ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંથી વિદેશી વેપારીઓ સાથે 88 ડીલ કરાઈ હતી. 

સૈન્ય ખર્ચ મામલે ભારત ત્રીજા ક્રમે

સૈન્ય ખર્ચ મામલે ભારત ત્રીજા ક્રમે આવે છે. આપણે સૈન્ય ઉત્પાદનોની ખરીદી મામલે રશિયા અને બ્રિટનથી પણ આગળ છીએ. જોકે ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ચાર ગણું અને અમેરિકા કરતાં 10 ગણું છે. અજય ભટ્ટે કહ્યું કે સરકાર આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા પર ધ્યાન આપી રહી છે. 

છેલ્લા 5 નાણાકીય વર્ષમાં આટલી રકમ ખર્ચ કરી  

વર્ષ  રકમ(કરોડ રૂ.માં)

2017-18 30,677 કરોડ રૂ.

2018-19 38,116 કરોડ રૂ.  

2019-20 40,330 કરોડ રૂ.

2020-21 43,916 કરોડ રૂ.

2021-22 40,840 કરોડ રૂ.