×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5 રાજ્યોમાં મત ગણતરી LIVE: બંગાળમાં TMC જીતની હેટ્રિક લગાવી, બીજેપી માટે દક્ષિણમાં પણ દૂર


અમદાવાદ, તા. 2 મે 2021, રવિવાર

દેશમાં કોરોના સંકટ વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પૂર્ણ થઇ જતાં એક્ઝિટ પોલ્સ જારી થયા છે. સૌથી હાઇ-પ્રોફાઇલ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે મુકાબલો આકરો થવાનો છે. જોકે મોટાભાગના પોલ્સમાં મમતા દીદી ફરી સત્તા પર આરૂઢ થઇ શકે તેવા અનુમાન છે. 

બીજી તરફ તમિલનાડુમાં AIADMKની વિદાય નિશ્ચિત હોવાનું જણાઇ રહ્યું છે. કેરળમાં ડાબેરી ગઠબંધન ટકી રહેશે અને પુડ્ડુચેરીમાં કોંગ્રેસની પકડ જળવાઇ શકે છે. તો આસામમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન સામે મજબૂત દેખાય છે. 

કુલ છ એક્ઝિટ પોલ્સમાં આગાહી કરાઇ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવા માટેના જાદૂઇ આંકને પાર કરી લેશે. પરંતુ તેઓ ભાજપને સત્તા પર દૂર કરવા માટે બહુ મોટું અંતર કાપી શકે તેમ નથી. 


Live Update

West Bengal - 294

Party
Lead
Win
Total
TMC+GJM+Other2094213
BJP+AJSU78078
Congress+CPM+Other000
Other101

ASSAM-126

PartyLeadWinTotal
BJP+UPL+AGP77178
Congress+AIUDF+Othet46046
Other202

KERAL-140

PartyLeadWinTotal
LDF +791695
UDF +33841
BJP +101
Other213

TAMILNADU-234

PartyLeadWinTotal
AIADMK+88189
DMK+1420142
AMMK+000
MNK+101
Other202

PUDDUCHERY-30

PartyLeadWinTotal
NDA : BJP+AINRC+AIADMK41014
UPA: INC+DMK+CPI+VCK+IND426
Other: NTK+DMDK+MNM+IJK+CPI(M)+CPI(M)L213




પશ્ચિમ બંગાળ વિધાનસભા પરિણામ

પશ્ચિમ બંગાળની 292 બેઠક ધરાવથી વિધાનસભા માટે આઠ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. એક મહિનાથી વધુ સમયથી ચાલેલી ચૂંટણીના આજે પરિણામ જાહેરી થઇ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ તબક્કામાં હિંસાની સામાન્ય ઘટના વચ્ચે કુલ 77 ટકા મતદાન થયું છે. અંતિમ તબક્કામાં વિધાનસભાની 35 બેઠકો માટે 11,860 મથકોમાં મતદાન થયું હતું. કેટલાક સ્થળોએ વીવીપીએટી ખોટકાઇ ગયાના સમાચાર છે. ભાજપ અને મમતા બેનરજીના પક્ષ ટીએમસી માટે અતિ પ્રતિષ્ઠાભરી રહેલી આ ચૂંટણીમાં પૈસા-શરાબની રેલમછેલ થઇ હતી. ચૂંટણી પંચે અત્યારસુધી કુલ 339.45 કરોડ જપ્ત કર્યા છે. 


કેરળ વિધાનસભા પરિણામ

કેરલમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએના મુખ્યમંત્રી સીએમ પિનરાઈના ગઠબંધનની શાનદાર જીત થતી હોવાનું જણાઈ રહ્યુ છે. જ્યાં LDF ગઠબંધન 140માંથી 90 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન UDF 46 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ત્યારે કેરલમાં ફરી એક વાર એલડીએફ ગઠબંધનના મુખ્યમંત્રી પિનરાઈ સત્તામાં આવશે તેવા હાલમાં અણસાર વર્તાઈ રહ્યા છે. ભાજપ ફક્ત ત્રણ સીટો પર આગળ ચાલી રહી છે. તેમાંથી એક પલક્કડ વિધાનસભાથી ભાજપ ઉમેદવાર મેટ્રોમેન ઈ શ્રીધરન આગળ ચાલી રહ્યા છે. તો વળી મુખ્યમંત્રી પી વિજયન ધર્મદમ સીટથી આગળ ચાલી રહ્યા છે. 140 સીટોવાળી વિધાનસભામાં બહુમત માટે 71 સીટો જોઈએ. 

No. LDF  Party

1 Communist Party of India (Marxist)

2 Communist Party of India

3 Janata Dal (Secular)

4 Kerala Congress (M)

5 Nationalist Congress Party

6 Indian National League

7 Congress (Secular)

8 Kerala Congress (B)

9 Loktantrik Janata Dal

10 Janadhipathya Kerala Congress

11 Kerala Congress (Skaria Thomas)

No. UDF Party

1 Indian National Congress

2 Indian Union Muslim League

3 Kerala Congress

4 Revolutionary Socialist Party

5 Kerala Congress (Jacob)

6 Nationalist Congress Kerala

7 Communist Marxist Party (John)

8 All India Forward Bloc

9 Bharatiya National Janata Dal

બીજેપી ગઠબંધન પાર્ટી

1   BJP

2   Asom Gana Parishad (AGP)

3   United People''s Party Liberal (UPPL) 

4   Gana Suraksha Party (GSP)


તામિલનાડુ વિધાનસભા પરિણામ
તમિલનાડૂમાં છ એપ્રિલે થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ આજે મતગણતરી થઈ રહી છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ થઈ ગઈ છે. તમિલનાડૂની 234 સીટ પર થયેલી ચૂંટણીના ચેન્નઈમાં ડીએમકેના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. કાર્યકર્તાઓ અહીં મોટી સંખ્યામાં ઉમટીને સેલિબ્રેશન કર્યુ હતું. ભારે માત્રામાં આવેલા લોકોમાં અહીં કોઈએ પણ માસ્ક કે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કર્યુ. ઢોલ અને નગારા સાથે આવેલી જનતાએ અહીં પાર્ટી કાર્યાલયે ઉજવણી કરી હતી.

તમિલનાડૂની 124 સીટોની અનુમાન આવી ચુક્યા છે. તેમાંથી 81 સીટો પર ડીએમકે અને 41 સીટો પર એઆઈએડીએમકે આગળ ચાલી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે, સત્તાધારી પાર્ટી કરતા ડીએમક ડબલ ગતિએ આગળ ચાલી રહ્યા છે.


આસામ વિધાનસભા પરિણામ
આસામમાં ફરી વખત ભાજપની સરકાર બની રહી છે. શરુઆતના જે પરિણામો આવી રહ્યા છે, તેમાં આસમની અંદર ફરી વખત કમળ ખિલશે તેવું લગી રહ્યું છે. પરિણામના અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે એનડીએને બહુમતિ મળતી દેખાય રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે અત્યારે ભાજપ 80 સીટો પર આગળ છે, જ્યારે કોગ્રેસ માત્ર 37 સીટો પર આગળ છે. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ છે. શરુઆતના ટ્રેંડ જોતા એવું લાગી રહ્યો છે કે આસામની અંદર પ્રિયંકા અને રાહુલ ગાંધીનો જાદુ ચાલ્યો નથી. લોકોએ ફરી વખત તેમને નકાર્યા છે. ઉલ્લેખીય છે કે આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આસામને કબ્જે કરવા માટે ઘણી તાકાત લગાવી હતી. એક તરફ ભાજપ માટે સત્તા બચાવવાનો સવાલ હતો, તો બીજી તરફ કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે. આસામ વિધાનસભામાં 126 બેઠક છે. 126 બેઠક ધરાવતી વિધાનસભા જીતવા માટે 64 બેઠક જીતવી જરૂરી છે. 


પુડુચેરી વિધાનસભા પરિણામ
પુડુચેરી વિધાનસભા ચૂંટણીની 30 સીટો પર કુલ 323 ઉમેદવારો મેદાને છે. પુડુચેરીમાં એક જ ચરણમાં મતદાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં 81.64 ટકા વોટિંગ થયું હતું. કોંગ્રેસ સરકારના લઘુમતીમાં આવ્યા બાદ અહીં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. 12 વાગ્યાં સુધીના ટ્રેન્ડમાં પોન્ડિચેરીમાં કૉંગ્રેસ પાછળ જ્યારે બીજેપી આગળ ચાલી રહી છે.

રાજ્યમાં સરકાર બનાવા માટે કોઇ પણ પક્ષ કે ગઠબંધનને 16 બેઠક પર વિજય મેળવવો જરૂરી છે. 12 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ+ડીએમકે+અન્ય ગઠબંધન અત્યારે પાંચ બેઠક પર આગળ ચાલી રહ્યાં છે. જ્યારે AINRC + ભાજપ + એડીએમકે ગઠબંધન 11 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. વર્ષ 2016માં AINRC + ભાજપ + એડીએમકે અલગ અળગ ચૂંટણી લડ્યાં હતા.