×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

40 હજાર વર્ષથી ભારતના લોકોના DNA સમાન, RSS સરકારનું રિમોટ કંટ્રોલ નથીઃ ભાગવત


- ભારત એક વિશ્વ શક્તિ નથી પરંતુ નિશ્ચિત રૂપથી મહામારી બાદ વિશ્વ ગુરૂ બનવાની ક્ષમતા છેઃ ભાગવત

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે એક કાર્યક્રમ દરમિયાન છેલ્લા 40 હજાર વર્ષોથી ભારતના તમામ લોકોનું ડીએનએ સમાન છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે. ત્યાગ કર્યો છે. માટે જ આપણી સંસ્કૃતિ આજે પણ જીવીત છે. આપણો દેશ ફૂલી-ફાલી રહ્યો છે. આપણે આપણા પૂર્વજોનું અનુકરણ કરીએ છીએ. માટે આપણી નિષ્ઠા પણ તેમના પ્રત્યે છે. 

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ધર્મશાળા ખાતે કહ્યું કે, મીડિયા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને સરકારનું રિમોટ કંટ્રોલ કહે છે પરંતુ આ વાત બિલકુલ સાચી નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભારત એક વિશ્વ શક્તિ નથી પરંતુ નિશ્ચિત રૂપથી મહામારી બાદ વિશ્વ ગુરૂ બનવાની ક્ષમતા છે. 

RSS સરકારનું રિમોટ કંટ્રોલ નથી

પૂર્વ સૈનિકોને સંબોધિત કરતી વખતે ભાગવતે જણાવ્યું કે, સત્ય એ છે કે અમારા કેટલાક કાર્યકરો સરકારનો હિસ્સો છે પરંતુ મીડિયા અમને સરકારના રિમોટ કંટ્રોલ તરીકે પ્રસ્તુત કરે છે. તેમાં બિલકુલ પણ સત્ય નથી. તે અસત્ય છે. સરકાર અમારા સ્વયંસેવકોને કોઈ આશ્વાસન નથી આપતી. લોકો અમને પુછે છે કે, તમને સરકાર પાસેથી શું મળે છે. તો એવા લોકોને હું જણાવી દઉં કે, અમારા પાસે જે પણ કાંઈ છે તે અમારે ગુમાવવું પણ પડી શકે છે.