×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

300 કરોડનું ડ્રગ્સ નેટવર્ક ચલાવવાના આરોપી દંપતી આશીષ અને શિવાંગી મહેતા દેશ છોડી ભાગી ગયા!

image : Facebook


300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ નેટવર્ક ચલાવવાના આરોપી ગોરેગાંવના ફાઈનાન્શિયલ ઈન્ફ્લૂએન્સર દંપતી આશીષ મહેતા અને તેની પત્ની શિવાંગી મહેતા  દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ દંપતી મુંબઈમાં આવેલા તેમના ઘરેથી જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે હવે પોલીસને પણ આ બંનેની ભાળ મળી રહી નથી. બંને અચાનકથી ગુમ થઈ ગયા છે. પોલીસને આશંકા છે કે બંને લોકો દેશ છોડીને ભાગી ગયા છે. 

બંને ફાઈનાન્શિયલ કંપની ચલાવતા હતા 

મળતી માહિતી અનુસાર આશીષ મહેતા અને તેની પત્ની ગેરકાયદેસર મની મેનેજમેન્ટ કંપની પણ ચલાવતા હતા. જોકે બંને અચાનકથી પોલીસના રડારમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ જતાં મધ્યપ્રદેશ પોલીસે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે.  

174 કરોડ રૂપિયા લઈને નાસી ગયા હોવાના અહેવાલ 

માહિતી અનુસાર આ દંપતી 19 જૂનના રોજ વિવિધ બેન્ક એકાઉન્ટમાંથી 174 કરોડ રૂપિયા ટ્રાન્સ્ફર કર્યા બાદ તેની સાથે ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. બંનેને પોલીસ તરફથી હાજર થવા માટે સમન્સ મોકલાયું હતું. તેઓ ગોરેગાંવમાં આવેલા એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જ્યાં હવે તાળું દેખાઈ રહ્યું છે.

પોન્ઝી સ્કીમ અને ડ્રગ વિતરણ પ્રણાલી ઓપરેટ કરવાનો છે આરોપ 

આશીષ મહેતા અને તેની પત્ની શિવાંગી મહેતા સામે પોન્ઝી સ્કીમ ચલાવવા અને ડ્રગ વિતરણ પ્રણાલીને ઓપરેટ કરવાનો આરો છે. તેઓ પાર્સલ સર્વિસના માધ્યમથી તેમના ગ્રાહકોને સર્વિસ આપી રહ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસને આ રેકેટની જાણ નિસ્સાર ઝુબૈર ખાનની ધરપકડ કર્યા બાદ થઈ હતી. તે મીરા રોડ પર ડ્રગ ડીલર હતો અને બે અઠવાડિયા પહેલા તે પકડાયો હતો. તેની પાસેથી 17 લાખનું ડ્રગ્સ કબજે લેવાયું હતું. તેણે જ આ દંપતી વિશે ખુલાસો કર્યો હતો.