×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

300 કરોડના સાયબર ફ્રોડમાં ચીન કનેક્શન સામે આવ્યું, જાણો કેવી રીતે થતી હતી ઠગાઈ

નવી દિલ્હી,તા.12 જાન્યુઆરી 2023,ગુરૂવાર

દેશમાં નકલી લોન ઍપના માધ્યમથી છેતરપીંડી કરનારા સામે દેહરાદૂન સાઇબર પોલીસે ધરપકડ કરી. જેમાં એક આરોપીને દિલ્હીથી પકડવામાં આવ્યો.  આ આરોપીઓએ 300 કરોડનો ગોટાળો કર્યો છે.

દેશનાં NCRT પોર્ટલ પર થોડા દિવસ પહેલા એક ફરિયાદ સાઇબર પોલીસને મળી. જેમાં પીડિતે નકલી લોનના નામે 17લાખ રૂપિયાની છેતરપીંડીની વાત કરી હતી. તે પછી સાઇબર પોલીસે તપાસ કરતાં 250થી વધારે કેસ બહાર આવ્યા. આ માટે એક સર્ચ ઓપરેશન યોજવામાં આવ્યું. જેનો ખુલાસો કરતાં એસટીએફ અને સાઇબર પોલીસે જણાવ્યું કે આ છેતરપીંડીનાં સૂત્રધાર અંકુર ઢીંગરાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. આ આરોપી દેશમાં 15થી વધારે લોન એપનું સંચાલન કરતો હતો. લોકોને ઠગીને કમાયેલા રૂપિયા તે ચાઇનામાં કેટલાંક લોકોને મોકલતો હતો.

- આ કંપનીઓનાં નામે લોકો પાસેથી પૈસા પડાવતો હતો

1. Hector Lendkaro Private Limited,

2. RupeeGo, Rupee Here,

3. LoanU,

4. QuickRupee,

5. Punch Money,

6. Grand Loan,

7. DreamLoan,

8. CashMO,

9. Rupee MO,

10. CreditLoan,

11. Lendkar,

12. RockOn,

13. HopeLoan,

14. Lend Now,

15. Cashfull

આ છેતરપીંડીનાં પૈસા ક્રિપ્ટો કરન્સી દ્વારા ચીનમાં મોકલવામાં આવતા હતા. તેના પર નેશનલ એજન્સીઓ વધુ તપાસ કરીને કડક કાર્યવાહી કરશે.