×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

3 લાખથી વધુ કરોડપતિઓ ધરાવતું ન્યુયોર્ક દુનિયાનું સૌથી ધનિક શહેર, ભારતીય શહેરોની આવી છે સ્થિતિ

image : pixabay



દુનિયાનું સૌથી ધનિક શહેર કયું છે? આ આઈટી હબ તરીકે ઓળખાતી સિલિકોન સિટી, લંડન, પેરિસ કે પછી મુંબઈ નથી. તે છે અમેરિકાનું ન્યુયોર્ક. ધનિકોની દૃષ્ટિએ સૌથી ધનિક શહેર ન્યુયોર્ક છે. અહીં 3,40,000 કરોડપતિ 58 અબજપતિ રહે છે. તેના પછી સૌથી ધનિક શહેરોની યાદીમાં બીજા ક્રમે જાપાનનું ટોક્યો અને અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્સિસ્કોના બે એરિયાનું નામ આવે છે. ધનિક શહેરોની આ યાદી ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન કંપની હેનલે એન્ડ પાર્ટનર્સે તૈયાર કરી છે. 

ભારતના શહેરોની સ્થિતિ.... 

આ રિપોર્ટ ઓછામાં ઓછા 10 લાખ ડૉલરથી વધુ ઈન્વેસ્ટમેન્ટ કેપિટલ ધરાવતા ધનિકો(હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ)ને આધારે તૈયાર કરાયો છે. ધનિક શહેરોની યાદીમાં ભારતના પણ અમુક શહેરોને સામેલ કરાયા છે. આ યાદી અનુસાર મુંબઈમાં 59400 હાઈ નેટવર્થવાળા ઈન્ડિડવિડ્યુઅલ અને 29 અબજોપતિ છે. તેના પછી દિલ્હીનો નંબર આવે છે જ્યાં 16 અબજોપતિ આવેલા છે. પછી બેંગ્લુરુમાં 8 અબજપતિ, હૈદરાબાદમાં 5 અને કોલકાતામાં 7 અબજપતિ આવેલા છે. 

સૌથી વધુ અમેરિકી શહેરોએ યાદીમાં સ્થાન મેળવ્યું 

દુનિયાના સૌથી ધનિક શહેરોની આ યાદીમાં ટોપ-10 શહેરોમાં ચાર અમેરિકાના છે. તેમાં અમેરિકાનું ન્યુયોર્ક શહેર, દ.બે એરિયા, લોસ એન્જેલસ અને શિકાગોએ સ્થાન મેળવ્યું છે. તેના પછી ચીનના બે શહેરો બેજિંગ અને શાંઘાઈને રખાયા છે. યુરોપના ફક્ત એક શહેર લંડનને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તે પણ ચોથા સ્થાને. લંડન પછી 240100  હાઈ નેટવર્થવાળા ઈન્ડિડવિડ્યુઅલ સાથે સિંગાપોર પાંચમાં તથા 126900 હાઈ નેટવર્થવાળા ઈન્ડિડવિડ્યુઅલ સાથે સિડની(ઓસ્ટ્રેલિયા) 10માં ક્રમે છે.