×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

27 હુમલાઓમાં સંડોવણી અને 25 લાખનુ ઈનામ, જાણો કોણ છે સૌથી ખૂંખાર નક્સલી માદવી હિડમા


નવી દિલ્હી,તા.6.માર્ચ,2021

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો પર નક્સલીઓએ કરેલા હુમલાના માસ્ટર માઈન્ડ તરીકે માદવી હિડમા નામના નકસલીનુ નામ સામે આવ્યુ છે.

હિડમા એ વ્યક્તિ છે જેની સુરક્ષાદળો વર્ષોથી શોધખોળ કરી રહ્યા છે.તેના પર 25 લાખ રુપિયાનુ ઈનામ છે.હિડમાઆ હુમલા બાદ આખા દેશમાં રાતોરાત ચર્ચામાં આવી ગયો છે.હકીકત એ છે કે તેને આજ સુધી કોઈએ જોયો નથી.એટલે જ તેના હોવા ના હોવા પર પણ સવાલો ઉભા થતા રહે છે.કેટલાક લોકો તેની વય 55  વર્ષ તો કેટલાક 38 વર્ષ કહી રહ્યા છે.એવુ પણ કહેવાય છે કે તેનુ અંગ્રેજી પર ભારે પ્રભુત્વ છે.તે પોતાની સાથે હથિયાર હંમેશા રાખે છે.

સુરક્ષા એજન્સીઓનુ માનવુ છે કે, હિડમાએ જાણી જોઈને સુરક્ષાદળોને ફસાવવા માટે ખોટી બાતમી આપી હતી અને સુરક્ષાદળોના જવાનોને જંગલમાં આવવા માટે લલચાવ્યા હતા.છેલ્લા 15 દિવસથી તે આ પ્રયત્ન કરી રહ્યો હતો.બે વખત તો તેની બીછાવાયેલી જાળમાં સુરક્ષાદળો પખાયા નહોતા પણ આખરે ત્રીજી વખત તેનો પ્લાન કામિયાબ થયો હતો.સુરક્ષાદળો હિડમાને બસ્તરનો સૌથી ખતરનાક માઓવાદી નેતા માને છે.

તે 2001થી નક્સલીઓ સાથે જોડાયેલો છે.આખા ક્ષેત્રમાં તેના બાતમીદારો ફેલાયેલા છે.તેના ગામમાં આજ સુધી પોલીસ પહોંચી નથી.તેનુ ગામ દક્ષિણી સુકમા વિસ્તારમાં છે.એવુ મનાય છે કે, હિડમાએ ફિલિપાઈન્સમાં ગોરિલા યુધ્ધની તાલીમ લીધી છે.તે પોતાની સાથે યુવાઓનુ એક ગ્રૂપ કાયમ રાખે છે.જે હથિયારોથી સજ્જ હોય છે.તેની સુરક્ષાનો ઘેરો પાંચ કિલોમીટરમાં ફેલાયેલો હોય છે.હિડમા પાસે ગ્રેનેડ જેવા મોર્ડન હથિયારો પણ છે.તેનો ફોટો પણ કોઈની પાસે નથી.માત્ર સ્થાનિક લોકોની જાણકારીના આધારે બનાવાયેલા કેટલાક સ્કેચ જ સુરક્ષાદળો પાસે છે.સુરક્ષાદળો પર થયેલા 27 જેટલા હુમલામાં હિડમા સામેલ રહ્યો છે.2013માં જીરમ ખીણ વિસ્તારમાં કરેલા હુમલામાં પણ તેનો હાથ હતો.જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિદ્યાચરણ શુક્લનુ મોત થયુ હતુ.એપ્રિલ 2017માં તેણે કરેલા હુ મલામાં 24 જવાન શહીદ થયા હતા.2010માં દંતેવાડામાં તેણે કરેલા હુમલામાં 70 જવાનો શહીદ થયા હતા.