×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

27 ઓબીસી, 12 દલિત, 13 વકીલ અને 5 ડોકટરો, જાણો કેવુ હશે પીએમ મોદીનુ નવુ મંત્રીમંડળ


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

મોદી સરકારની કેબિનેટનુ વિસ્તરણ આજે સાંજે થશે અને તે વખતે કોણ મંત્રી બનેછે તેના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે.

જોકે ન્યૂઝ ચેનલોના અહેવાલમાં દાવો થઈ રહ્યો છે કે, આજના વિસ્તરણ બાદ કેબિનેટમાં કુલ 68 થી વધારે મંત્રીઓ હશેતેમાં હાલના અને નવા મંત્રીઓનો સમાવેશ થાય છે.પીએમ મોદીની નવી કેબિનેટમાં 27 ઓબીસી અને 20 મંત્રીઓ એસસી એસટી સમુદાયના હશે.

12 મંત્રીઓ દલિત સમુદાયના હશે.જેમાં બે મંત્રીઓને કેબિનેટ મિનિસ્ટર બનાવાય તેવી શક્યતા છે.નવા મંત્રીમંડળમાં દેશના 25 રાજ્યોનુ પ્રતિનિધિત્વ હશે.યુપીના સૌથી વધારે મંત્રીઓ મોદી કેબિનેટમાં સામેલ થાય તેવી શક્યતા છે.

ન્યૂઝ ચેનલોના રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીના મંત્રીમંડળમાં અનુભવી અને યુવા મંત્રીઓ હશે.મંત્રીમંડળની સરેરાશ વય 58 વર્ષ રહેશે.આ મંત્રીમંડળમાં અલગ અલગ પ્રોફેશનના વ્યક્તિઓ હશે.જેમાં 13 વકીલ, 6 ડોકટર, પાંચ એન્જિનિયર, સાત સિવિલ સર્વન્ટ, પાંચ પીએચડી હોલ્ડર અને 3 એમબીઓનો સમાવેશ થાય છે.

મંત્રીમંડળમાં અનુભવ રહે તે માટે ચાર વ્યક્તિઓ એવા હશે જે અગાઉ ચાર અલગ અલગ રાજ્યોમાં સીએમ રહી ચુકયા છે અને 18 એવા હશે જેમને પહેલા સરકાર સાથે કામ કરવાનો અનુભવ છે.23 લોકો એવા હશે જે કમસે કમ ત્રણ વાર અગાઉ સાંસદ રહી ચુકયા ઙશે અને 14 મંત્રીઓની વય 50 કરતા નીચે હશે.