×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

24 કલાકમાં તુર્કેઈમાં ચોથી વાર ધરતી ધ્રુજી, તુર્કેઈ-સીરિયામાં મોતનો આંક 4300ને પાર


ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર, આજે પણ તુર્કેઈમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. સવારે 9.45 કલાકે આંચકા નોંધાયા હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી.

ગઈકાલે પણ દિવસમાં સતત ત્રણ આંચકા અનુભવાયા 

ભૂકંપને કારણે તુર્કેઈ અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. આખા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કેઈમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ, તુર્કેઈ અને સીરિયામાં ઓછામાં ઓછા 4000 લોકોના મૃત્યુ થયા છે અને 15000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશના વાઇસ પ્રેસિડેન્ટના અહેવાલ મુજબ, 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તેમજ સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકોના જીવ ગયા અને 639 ઘાયલ થયા છે. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.