×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2022માં ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહેશે, 2023 સુધીમાં 4.8 ટકા જેટલો થશે

- મૂડી... મૂડ... ઉડાડી... દે છે

- વૈશ્વિક અર્થતંત્ર ૨૩માં ધીમું પડશે ૨૦૨૪માં તો તે ઢસડાતું જ જશે

- વૈશ્વિક અનિશ્ચિતતા અને ફુગાવો સતત વધી રહ્યા છે

ન્યૂયોર્ક, નવી દિલ્હી

વૈશ્વિક અર્થતંત્ર આંકલન સંસ્થા 'મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે' આજે (શુક્રવારે) ભારતનો જીડીપી (એકંદર ઘરેલું વિકાસદર) ૭.૭ ટકાથી ઘટાડીને ૭ ટકા જેટલો આંક્યો છે.

આ પૂર્વે મૂડીએ વૈશ્વિક અર્થતંત્ર વિષે પણ અનુમાન આપ્યું હતું કે વધતા જતા ઘરેલું વ્યાજદરને લીધે વૈશ્વિક આર્થિક વિકાસદર પણ મંદ પડી જશે.

'મૂડીઝ ઈન્વેસ્ટર્સ' સર્વિસે સપ્ટેમ્બરમાં ભારતનો વિકાસદર ફરી નીચો આંકી ૭.૭ ટકા મૂક્યો હતો, જે ફરી પાછો ઘટાડી ૭ ટકા જ આંક્યો છે. આશ્ચર્યની વાત તો તે છે કે, આ વૈશ્વિક આર્થિક આંકલન સંસ્થાએ આ પૂર્વે મે મહિનામાં ભારતનો વિકાસ દર ૮.૮ ટકા અંદાજ્યો હતો.

આ એજન્સીએ તેના 'ગ્લોબલ મેક્રો આઉટલૂક' ૨૦૨૩-૨૪માં આ આંકલન આપ્યું છે, પરંતુ ૨૦૨૩માં તો ભારતનો વિકાસદર ઘટીને ૪.૮ ટકા જેટલો નીચે જવાની પણ ચેતવણી આપી છે. સાથે તેણે તેમ પણ જણાવ્યું છે કે, તેમાંથી વળીને ભારતનો આર્થિક વિકાસદર ૬.૪ ટકા જેટલો પહોંચવા સંભવ છે.

આટલું જ નહીં પરંતુ આ સંસ્થાએ વૈશ્વિક અર્થતંત્ર પણ નીચું ઢળી રહ્યું હોવાની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે કે, એક તરફ અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બીજી તરફ મુદ્રા સ્કિૃતિ (ફુગાવો) સતત વધી રહી છે. વિશ્વના દેશોને નાણાંકીય નીતિ કડક બનાવવી પડી છે. નાણાંકીય પડકારો વધી રહ્યાં છે. ભૂ-રાજકીય પરિસ્થિતિમાં ભારે પરિવર્તન આવી રહ્યું છે. વૈશ્વિક નાણાં બજારોમાં ઉથલ-પાથલ થઈ રહી છે. પરિણામે ૨૦૨૩માં વૈશ્વિક વિકાસ ધીમો પડતો જશે અને ચોવીસમાં તો તે ઢસડાતો જ જોવા મળશે.

આ પછી વિશ્વની સરકારો અને દરેક દેશોની મધ્યસ્થ બેન્કો ઉપર અર્થતંત્રોને બેઠાં કરવાની ભારે મોટી જવાબદારી આવી પડવાની છે. તેમ પણ મૂડીએ તેના અહેવાલમાં જણાવ્યું છે.