×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

20 લાખ રૂપિયાના ટામેટા ભરેલું ટ્રક ગુમ, કર્ણાટકથી જયપુર વચ્ચે બન્યો બનાવ, લોકેશન પણ ગાયબ

કોલાર, તા.31 જુલાઈ-2023, સોમવાર

કર્ણાટકના કોલાસ જિલ્લામાં 20 લાખ રૂપિયાના ટામેટા ભરેલી ટ્રક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ટ્રક જયપુર જવા રવાના કરાઈ હતી. આ ટ્રક શનિવારે રાત્રે રાજસ્થાનના રાજધાની જયપુરમાં પહોંચવાની હતો, જોકે વચ્ચે જ ટ્રક ગાયબ થઈ જવાની ઘટના સામે આવી છે. જ્યારે ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેનો ફોન સ્વિચ ઓફ છે. ત્યારબાદ કોલાર પોલીસ સ્ટેશન પાસે ફરિયાદ નોંધવામાં આવી છે. બંને વેપારીઓએ ટામેટા જયપુર મોકલવા માટે 27મી જુલાઈના રોજ ટ્રક બુક કરાવી હતી.

GPSથી ટ્રેસ કરવામાં પણ મુશ્કેલી

પોલીસ સોર્સ મુજબ જીપીએસ ટ્રેકમાં ટ્રકે 1600 કિલોમીટરની સફર કરી હોવાની માહિતી મળી છે. જોકે ત્યારબાદ ટ્રકને ટ્રેસ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે. ટ્રકમાં સવાર કોઈની પાસે મોબાઈલ ન હોવાથી, ટ્રક ક્યાં ગયો તેનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે. હાલ ટ્રકની યોગ્ય લોકેશન જાણવું અશક્ય લાગી રહ્યું છે. વેપારીના જણાવ્યા અનુસાર, જો ટ્રકનો અકસ્માત થયો હોત તો, અત્યાર સુધીમાં માહિતી મળી જતી... બંને વેપારીઓને ટ્રક ડ્રાઈવર આશંકા છે અને ટ્રક ડ્રાઈવરે જ ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

ટ્રક ડ્રાઈવર આશંકા

થોડા દિવસો પહેલા તમિલનાડુમાં પણ 2.5 ટન ટામેટા ભરેલા ટ્રકને લૂંટમાં આવ્યો હતો. આ ટ્રકમાં લગભગ 2 લાખની કિંમતના ટામેટા હતા. બેંગલુરુ પાસે એક કપલે આ કારસ્તાન કર્યું હતું. વાસ્તવમાં લૂંટેરી ગેંગના એક કપલે અકસ્માતનું તરકટ રચ્યું... ત્યારબાદ ખેડૂતની ટામેટા ભરેલી જીપને રોકી તેની પાસેથી નાણાં વસુલવાનો પ્રયાસ કર્યો... જ્યારે ખેડૂતો નાણાં આપવાનો ઈન્કાર કર્યો તો કપલ આખે આખી જીપ લઈને ફરાર થઈ ગયું...