×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2 મેના રોજ બંગાળનો ધરતીપુત્ર બનશે સીએમ, દીદી રાજીનામુ તૈયાર રાખજોઃ અમિત શાહ

કોલકત્તા, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ મમતા બેનરજી દ્વારા માંગવામાં આવેલા પોતાના રાજીનામાની માંગણી ફગાવી દેતા કહ્યુ છે કે, દીદી આ ચૂંટણી મારા રાજીનામા માટે નથી, બંગાળની જનતા મારુ રાજીનામુ માંગી નથી રહી પણ તમે 2 મેના રોજ પોતાનુ રાજીનામુ તૈયાર રાખજો. રાજીનામુ તમારે આપવાનુ છે અને એ પણ નક્કી છે કે, બંગાળનો ધરતીપુત્ર જ રાજ્યનો આગામી સીએમ બનશે.

તેમણે ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, દીદી શરણાર્થીઓને નાગરિકતા આવા નથી માંગતી પણ અમે આપીશું. બે મેના રોજ અમારી સરકાર બની તો તમામને નાગરકિતા આપવામાં આવશે. એક વિકાસ બોર્ડ બનાવવામાં આવશે અને ઉત્તર બંગાળમાં એમ્સ બનાવવાનુ પણ શરુ કરાશે.

અમિત શાહે કહ્યુ હતુ કે, મમતા દીદી કહે છે કે હું બહારનો વ્યક્તિ છું. હું આ દેશનો નાગરિક નથી , તેઓ પીએમને બહારના વ્યક્તિ ગણાવે છે. બહારના વ્યક્તિ કોણ છે તેનો જવાબ હું આપુ છું. કોમ્યુનિસ્ટ વિચારધારા, કોંગ્રેસની લીડરશિપ બહારની છે. જે ઈટાલીથી આવી છે. ટીએમસીની વોટ બેન્ક બહારની છે. આ ઘૂસણખોરો બહારથી આવ્યા છે. હું તો આ માટીમાં જન્મેલો છું અને આ માટીમાં જ ભળવાનો છું.

તેમણે કહ્યુ હતુ કે, બે મેના રોજ રાજીનામુ તૈયાર રાખજો. બંગાળની જનતા તમને રાજનામુ આપવા માટે કહેશે. પીએમ મોદી બંગાળનુ ભલુ ઈચ્છી રહ્યા છે અને મમતા દીદી તેમના ભત્રીજાને સીએમ બનાવવા માંગે છે. તેમને ગરીબોની કોઈ ચિંતા નથી.ગરીબોની ચિંતા માત્ર પીએમ મોદીને છે.