×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

1984 ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને નહીં મળે વધારાનું વળતર, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Image: Wikipedia 


ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વધારે વળતર માટે 7400 કરોડ રૂપિયા મળશે નહિ. યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની અનુગામી કંપનીઓ માટે મોટી રાહતના સમાચાર, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે આજે કેન્દ્ર સરકારની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્રને આ મામલે ત્રણ દાયકા પછી નહિ પહેલા આવવું જોઈતું હતું.


કેન્દ્ર સરકારની માંગ શું હતી ?

તેની અરજીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 1989માં જ્યારે સુપ્રીમ કોર્ટે વળતર નક્કી કર્યું ત્યારે 2.05 લાખ પીડિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ વર્ષોમાં ગેસ પીડિતોની સંખ્યા અઢી ગણી વધીને 5.74 લાખથી વધુ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં નુકસાન પણ વધવું જોઈએ. જો સુપ્રીમ કોર્ટ વળતર વધારવા માટે સંમત થશે તો ભોપાલના હજારો ગેસ પીડિતોને પણ તેનો લાભ મળી શકશે.