×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

17 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવાનો બોમ્બે હાઈકોર્ટનો ઈનકાર, બેન્ચે કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

image : Wikipedia 


બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે તેના એક ચુકાદામાં 17 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે બંને વચ્ચે પરસ્પર સહમતિથી સંબંધ બન્યા છે અને સગીરા આ મામલે વાકેફ હતી. સગીરાની ગર્ભાવસ્થાને 24 સપ્તાહનો સમય વીતી ચૂક્યો છે. 

કોર્ટે કહ્યું - સગીરા આ મહિને 18 વર્ષની થઈ જશે 

ડિવિઝન બેન્ચના જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને જસ્ટિસ વાયજી ખોબરાગડેએ 26 જુલાઈએ તેમના આદેશમાં આ વાત કહી હતી. કોર્ટે કહ્યું કે સગીરા આ મહિને 18 વર્ષની થઈ જશે અને તે છોકરા સાથે ડિસેમ્બરે 2022થી જ રિલેશનમાં હતી. બેન્ચે કહ્યું કે પીડિત સગીરા અને આરોપી છોકરાએ અનેકવાર શારીરિક સંબંધો બનાવ્યા હતા.  

બેન્ચે મહત્ત્વપૂર્ણ નોંધ લીધી 

બેન્ચે કહ્યું કે સગીરાએ ખુદ પ્રેગનેન્સી કિટ ખરીદી હતી અને ફેબ્રુઆરીમાં જ તેને ખબર પડી ગઈ હતી કે તે ગર્ભધારણ કરી ચૂકી છે. હાઇકોર્ટે કહ્યું કે પીડિતા વયસ્ક થઈ ચૂકી છે અને તે આ ઘટનાથી સંપૂર્ણ વાકેફ છે. જો અરજદાર બાળકને જન્મ આપવા માગતી નહોતી તો તેણે પહેલાં જ ગર્ભપાતની મંજૂરી માગી લીધી હોત. 

20 અઠવાડિયા બાદ ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી જરૂરી 

સગીરાએ તેની માતાના માધ્યમથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પોક્સો કાયદા હેઠળ ગર્ભપાત કરાવવાની માગ કરાઈ છે કેમ કે છોકરી ખુદ સગીરા છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી કાયદા હેઠળ જો ગર્ભાવસ્થાને 20 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોય તો ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી જરૂરી હોય છે.