×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

15 ઓગસ્ટએ દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકશે નહીં ચાર્ટર્ડ અને ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સ, જાણો શા માટે?

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2021 શનિવાર

દેશમાં 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આઝાદીની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ રાજધાની દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના દરેક રસ્તા, દરેક બજારની સાથે સુરક્ષા દળો દ્વારા તમામ મુખ્ય સ્થળો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આને કારણે, દિલ્હી એરપોર્ટ પર આવતી-જતી ફ્લાઇટ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

એરમેન્સ નોટિસ (NOTAM) દ્વારા દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) ને આપવામાં આવેલી નોટિસ અનુસાર, 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે ચાર્ટર્ડ (નોન-શેડ્યૂલ) ફ્લાઇટ્સ માટે કોઈપણ ટ્રાન્ઝિટ ફ્લાઇટને સવારે 6 થી 10 વાગ્યે અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉતરણની મંજૂરી આપવામાં આવશે નહીં. જ્યારે, નિર્ધારિત ફ્લાઇટ્સ તેના નિર્ધારિત સમય અનુસાર ઉડાન ભરશે.

ઉપરાંત, ભારતીય વાયુસેના (IAF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), આર્મી હેલિકોપ્ટર પર કોઈ અસર થશે નહીં. આ સાથે જ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે ઉડાન ભરનારા રાજ્ય સરકારોના વિમાન / હેલિકોપ્ટર પર કોઈ પ્રતિબંધ નથી.