×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

12માં ધોરણના રિઝલ્ટ માટે 10માં ધોરણની પેટર્ન યોગ્ય નથી, શિક્ષણવિદો ઉઠાવ્યા આ સવાલ


નવી દિલ્હી, તા. 3 જૂન 2021, ગુરૂવાર

કોરોના વાઈરસના કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની 12માં ધોરણની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જોકે, હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાનો મુદ્દો ગરમાયો છે કે 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ઈવેલ્યુએશન પોલીસી શું હશે!

તાજેતરમાં સીબીએસઈએ ધોરણ 10માંના વિદ્યાર્થીઓમાટે એક મુલ્યાંકન ફોર્મયુલા તૈયાર કરી હતી, પરંતુ આ જ માપંદડ અનુસાર ધોરણ 12માંના વિદ્યાર્થીઓ માટે હિતાવહ નથી.

સીબીએસઈએ તાજેતરમાં ધોરણ 10માની પરીક્ષા રદ્દ થયા બાદ વિદ્યાર્થીઓ માટે એક મુલ્યાંકન પેર્ટન રજુ કરી હતી. જે બે મુદ્દા પર આધારિત હતી. પહેલો વિદ્યાર્થીઓનો ફાઇનલ સ્કોર કાઉન્ટ કેવી રીતે કરવામાં આવે અને બીજો કે પરફોર્મન્સના આધાર પર તમામ વિદ્યાર્થીઓના પોઇન્ટ નિશ્ચિત કરવામાં આવે.

તેમાં વિયક્તિગત રીતે કોઇ પણ વિદ્યાર્થીઓની ગણના એક યુનિટ/પીરિએડિક ટેસ્ટ અને વાર્ષિક કે છ માસિક કે મિડ ટર્મ પરીક્ષાના આધાર પર કરવાની હતી. તેમાં પ્રી બોર્ડ પરીક્ષાને પણ શામેલ કરવામાં આવી છે. આ રીતે 80 પોઇન્ટનું મુલ્યાંકન થશે. બાકી રહેલા 20 પોઇન્ટની આંતરિક મૂલ્યાંકન પર આધારિત રહેશે.

હવે 12માં ધોરણના વિદ્યાર્થીઓ પર દસમાં ધોરણની લાગુ કરવામાં આવેલી પોલીસીને લઇને સવાલ ઉઠી રહ્યાં છે. કેટલાય વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદ 12માં ધોરણ માટે આ પોલીસીને યોગ્ય નથી માનતા. મંગળવારના રોજ તેને લઇને દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ ફોર ઓલ એનજીઓ તરફથી એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. તેના પર સીબીએસઈને નોટીસ જારી કરવામાં આવી છે, તેમાં કહવેમાં આવ્યું છે કે મોડરેશન નીતિ વિદ્યાર્થી સાથે અન્યાયી હશે!

બીજી તરફ જાણકારોએ એમ પણ કહેવું છે કે 12માં ધોરણમાં યુનિટ ટેસ્ટ અને મિડ-ટર્મમાં શાળાને સમાન રીતે ચિન્હિત કરામાં આવ્યાં નહોતા. કેટલીય શાળાએ પોતાની સ્કૂલ ટેસ્ટ બોર્ડની માર્કિંગની સરખામણીમાં આકરા માપદંડોનો ઉપયોગ કર્યો હતો.

બીજુ કે જો પ્રી બોર્ડને સામે રાખી મુલ્યાંકન કરવામાં આવે છે તો તે વાજબી નથી. ગત વર્ષે એવું પણ જોવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ પ્રી બોર્ડમાં 33 ટકા નંબર મેળવ્યાં હતા, તેમણે વાર્ષિક પરીક્ષામાં 65થી 70 ટકા મેળવ્યાં હતા. માટે બોર્ડે કોઇ એવી પોલીસી લાવી જોઇએ જે પ્રી બોર્ડના ગુણોત્તરમાં વધેલા નંબરની સાથે મુલ્યાંકન કરવા પ્રેરિત કરે ન કે તેના બરાબર.