100 કરોડની વસૂલી મોંઘી પડી : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેશમુખે રાજીનામું આપવું પડયું
દેશમુખ સામે સીબીઆઇ તપાસના બોમ્બે હાઇકોર્ટના આદેશથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીરસિંહના ઘટસ્ફોટની અસર : સીબીઆઇ 15 દિવસમાં તપાસ અહેવાલ સોંપશે
બોમ્બે હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો હોવાથી નૈતિક રીતે પદ પર ન રહી શકું એટલે રાજીનામુ આપ્યું : દેશમુખ
મુંબઈ : પૂર્વ મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપોને પગલે અંતે અનિલ દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામુ આપવુ પડયું હતું.
બીજી તરફ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને બોમ્બે હાઈકોર્ટે પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો છેે. આ કેસને અસામાન્ય અને અભૂતપૂર્વ ગણાવીને કોર્ટે સીબીઆઈને 15 દિવસમાં તપાસ પૂરી કરવાનું અને ત્યાર પછી સીબીઆઈના ડિરેક્ટર આગળના પગલાં લેવા મુક્ત છે એમ કોર્ટે જણાવ્યું છે.
પરમબીર સિંહે પોતાને મુંબઈ પોલીસ કમિશનર પદેથી દૂર કરીને હોમ ગાર્ડ્સમાં પોસ્ટિંગ આપ્યાના ત્રણ દિવસ બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આઠ પાનાંનો પત્ર લખીને દેશમુખ સામે આરોપ કર્યો હતો કે તેમણે કઈ રીતે સસ્પેન્ડેડ આસિસ્ટંટ ઈન્સ્પેક્ટ સચિન વાઝેને મુંબઈના બાર અને રેસ્ટોરાં પાસેથી મહિને રૂ. 100 કરોડની વસૂલીનો ટાર્ગેેટ આપ્યો હતો.
કથિત ગેરરીતિઓ બદલ અનિલ દેશમુખ સામે સીબીઆઈ તપાસ કરવા ઈચ્છતી સિંહની ફોજદારી જનહિત અરજી અને આ પ્રકરણે સ્વાયત્ત તપાસ ઈચ્છતી અન્ય બે જનહિત અરજી પર હાઈકોર્ટે અંતે તપાસનો આદેશ આપ્યો હતો.
વકીલ જયશ્રી પાટીલે આરોપોમાં સ્વાયત્ત તપાસની માગણી સાથે પોલીસને પોતે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં દેશમુખ, સિંહ અને અન્યોની ફરિયાદોની દખલ લેવાનો નિર્દેશ ઈચ્છતી વિનંતી કરતી ફોજદારી રિટ અરજી પર પણ આદેશ આપ્યો હતો. પાટીલે આ કેસમાં એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યા. કુલકર્ણીની બેન્ચે જણાવ્યું હતું કે અમે જયશ્રી પાટીલ સાથે સંમત છીએ કે સચ્ચાઈ બહાર લાવવા નિષ્પક્ષ તપાસનો આદેશ આપવો જરૂરી છે. દેશમુખ ગૃહ પ્રધાન હોવાથી પોલીસનેે તપાસ અપાશે તો સ્વાયત્તા જળવાશે નહીં. આવી પ્રાથમિક તપાસ કાયદા અનુસાર કરવાનો આદેશ અપાવામાં આવ્યો છેે અને 15 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
બોમ્બે હાઇકોર્ટના સીબીઆઇ તપાસના આદેશ બાદ ગૃહ પ્રધાન પદેથી દેશમુખે રાજીનામુ આપ્યું હતું, જેની કોપી પણ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો હોવાથી મૌલિક રીતે મારે આ પદ પર ન રહેવું જોઇએ.
હું તપાસમાં દરેક પ્રકારનો સહકાર આપવા માટે તૈયાર છું. મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં પાટીલની ફરિયાદ અને એફઆઈઆર વિના સીબીઆઈ તપાસના આદેશ પર હાઈકોર્ટની મર્યાદાનો ઉલ્લેખ કરીને કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈએ તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવા કે પાટીલની ફરિયાદ નોંધવાની જરૂર નથી.
કોર્ટે સિંહને અન્ય કોઈ ફરિયાદ હોય તો યોગ્ય મંચ પર રજૂ કરવાની છૂટ પણ આપી છે.પાટીલની અરજીમાં મુકેશ અંબાણીના ઘર પાસે થયેલા કાવતરા સંબંધેે સીસીટીવી ફૂટેજ મેળવવાનો નિર્દેશ આપવાની પણ દાદ મગાઈ હતી.આ બાબત સિંહે પણ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવી હતી. બીજી તરફ દેશમુખે પોતાની સામેના તમામ આરોપો નકારી કાઢ્યા છે.
તપાસ કરવા સીબીઆઇ આજે મુંબઇ આવશે
માજી પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં બોમ્બે હાઇકોર્ટે રાજ્યના માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે પ્રાથમિક તપાસનો આદેશ આપતાં સીબીઆઇ ટીમ મંગળવારે મુંબઇ આવી પહોંચી હતી.
સામાન્ય રીતે એજન્સી સત્તાવાર આદેશ અને કાનૂની અભિપ્રાય માટે રાહ જોતી હોય છે પણ 15 દિવસની જ મહેલત હાઇકોર્ટે આપી હોવાથી સીબીઆઇ એક્શનમાં આવી ગઇ છે. ઓર્ડર મેળવવા વકિલને મળશે અને અન્ય સંબંધિત દસ્તાવેજો પ્રાપ્ત કરશે.
કોર્ટે જણાવ્યું હતું કે સેવામાં સક્રિય પોલીસ અધિકારીએ ગૃહ પ્રધાન સામે કરેલા આરોપોને બેધ્યાન કરી શકાય નહી. સ્વાયત એજન્સી દ્વારા તપાસની જરૂર છે જેથી નાગરિકોના મૂળભૂત અધિકારો જળવાઇ રહે અને જનતામાં વિશ્વાસ ટકી શકે.
દિલિપ પાટિલ નવા ગૃહપ્રધાન બન્યા
વરીષ્ઠ એનસીપી નેતા દિલિપ વાલસેને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનુ પદ સોપવામાં આવ્યું હતું. અગાઉ અનિલે દેશમુખે ગૃહ પ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું જેને ઉદ્ધવ સરકારે સ્વિકારી લીધુ હોવાથી ખાલી પડેલા આ પદ પર એનસીપીના નેતા દિલિપ વાલસે પાટિલને નિમવામાં આવ્યા છે.
જોકે વાલસે પાટિલ પાસે હાલ મહારાષ્ટ્ર સરકારમાં શ્રમ અને એક્સાઇઝ પોર્ટફોલિયો હતો તેને હસન મુશરિફને સોપવામાં આવ્યો છે જ્યારે અજિત પવાર એક્સાઇઝ વિભાગ સંભાળશે.
એન્ટિલિયા કેસ : એનઆઇએ દ્વારા દમણથી વાઝેની કિંમતી બાઇક જપ્ત
અગાઉ આ મામલામાં આઠ કાર કબજે કરવામાં આવી છે
પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મળવા અને મનસુખ હિરણના મોતની તપાસ કરતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓએ દમણથી કિંમતી બાઇક જપ્ત કરી છે. એનિઆએની ટીમ દક્ષિણ મુંબઇની ઓફિસમાં ટેમ્પોની અંદર આ બાઇક લઇને આવી હતી.
અગાઉ આ ચકચારજનક કેસમાં પોલીસ ઓફિસર સચિન વાઝેની સંડોવણીની જાણ થતા તેની ધરપકડ કરાઇ હતી. તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 16 ફેબુ્રઆરીના હોટેલના સીસીટીવી ફુટેજમાં વાઝે સાથે એક મહિલા ઝડપાઇ ગઇ હતી. મીરારોડમાં કથિત મહિલાના ફ્લેટમાં ગત અઠવાડિયે છાપો મારવામાં આવ્યો હતો. આ મહિલા વાઝેના આર્થિક વ્યવહારની દેખરેખ રાખતી હોવાનું કહેવાય છે.
એનઆઇએ મહિલાને તાબામાં લઇ પૂછપરછ કરી છે. બીજી તરફ આ કેસમાં દહાણુથી એક બાઇક જપ્ત કરાઇ છે. આ બાઇકને ટેમ્પોમાં દક્ષિણમુંબઇમાં એનઆઇએની ઓફિસમાં લાવવામાં આવી હતી. આ બાઇક વાઝેની સાથીદાર મહિલાના નામ પર હોવાનું કહેવાય છે. એનઆઇએની ટીમે અત્યાર સુધી વિસ્ફોટક ભરેલી એસયુવી, બે મર્સિડિઝ કાર સહિત આઠ ગાડી કબજે કરી છે. આ તમામ વાહનનો વાઝે અને તેના સાથીદાર ઉપયોગ કરતા હોવાની શંકા છે.
બોમ્બે હાઇકોર્ટના તપાસના આદેશને ઉદ્ધવ સરકાર સુપ્રીમમાં પડકારશે
100 કરોડની વસુલી મામલે બોમ્બે હાઇકોર્ટે જેવી સીબીઆઇ તપાસના આદેશ આપ્યા કે તુરંત જ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. બીજી તરફ હવે બોમ્બે હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોપવાનો જે આદેશ આપ્યો છે તેને લઇને સુપ્રીમ કોર્ટમાં જવાની મહારાષ્ટ્ર સરકારે તૈયારી કરી દીધી છે.
મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે રાજીનામુ સ્વીકારી લીધુ છે પણ હવે બોમ્બે હાઇકોર્ટે સીબીઆઇને તપાસ સોપવાનો આદેશ આપ્યો તેને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવશે. અનિલ દેશમુખ હાલ દિલ્હીમાં પ્રફુલ પટેલને મળવા માટે પહોંચી ગયા છે. દેશમુખ પણ કોર્ટમાં એક અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.