×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

1 એપ્રિલથી LPG સિલિન્ડરના ભાવમાં રૂ.500નો ઘટાડો થશેઃ CM ગેહલોતની રાજસ્થાનને ભેટ

Image Source by - Ashok Gehlot, Twitter

જયપુર, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

મોંઘવારીના માર વચ્ચે રાજસ્થાનના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે, રાજ્યમાં પહેલી એપ્રિલથી LPG સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. 

વિધાનસભાની ચૂંટણી CM ગેહલોતની મોટી જાહેરાત

પહેલી એપ્રિલ-2023થી અશોક ગેહલોત સરકાર ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપશે. આડકતરી રીતે ભાજપની ટીકા કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ​​રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જ આ મહત્વની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

PM ગરીબોને  LPG કનેક્શન, ગેસ સ્ટવ આપે છે, પરંતુ સિલિન્ડર ખાલી રહે છે : ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યારે હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. ઉજ્જવલા યોજના હેઠળ PM નરેન્દ્ર મોદી ગરીબોને LPG કનેક્શન અને ગેસ સ્ટવ આપે છે, પરંતુ સિલિન્ડર ખાલી રહે છે, કારણ કે તેની કિંમત હવે રૂપિયા 400થી વધીને રૂપિયા 1,040 થઈ ગઈ છે.