×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

૨૦૨૦માં ૧૭૦ દેશોમાં ૫૧,૦૮૯ ભારતીય મૂળના બાળકોનો જન્મ થયો

દુનિયાના ૧૭૦ દેશોમાં ૨૦૨૦ના વર્ષમાં ભારતીય મૂળના ૫૧૦૮૯ બાળકોનો જન્મ થયો હતો. સૌથી વધુ ૧૬,૪૬૯ બાળકો યુએઈમાં જન્મ્યાં હતાં. બીજી તરફ ૨૦૨૦માં વિશ્વમાં ૧૦,૮૧૭ ભારતીય નાગરિકોનાં મોત થયા હતા. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના ડેટામાં આ આંકડો રજૂ કરાયો હતો.સિટિજન એક્ટ અંતર્ગત થતી નોંધણી મુજબ દુનિયાના ૧૭૦ દેશોમાં ભારતના ૫૧૦૮૯ બાળકો જન્મ્યાં હતાં. સૌથી વધુ ૧૬૪૬૯ યુએઈમાં, ૬૦૭૪ સાઉદી અરેબિયામાં, ૪૨૦૨ બાળકો કુવૈતમાં, ૩૯૩૬ બાળકો કતારમાં અને ૨૩૫૨ બાળકો ઈટાલીમાં જન્મ્યાં હતાં. ઓસ્ટ્રેલિયામાં ૨૩૧૬, ઓમાનમાં ૨૧૭૭ ભારતીય બાળકોનો જન્મ થયો હતો. બહેરાન, જર્મની અને સિંગાપોરમાં એક હજારથી  વધુ ભારતીય મૂળના બાળકો જન્મ્યા હતાં. ૭૬૮ બાળકો સ્પેનમાં, ૬૨૦ બાળકો આફ્રિકામાં, ૫૭૮ બાળકો બ્રિટનમાં, ૩૮૮ સ્વીડનમાં, ૧૫૬ ઝામ્બિયામાં, ૩૭ અમેરિકામાં અને ચાર ભારતીય બાળકો પાકિસ્તાનમાં જન્મ્યાં હતાં. બીજી તરફ ૨૦૨૦ના વર્ષમાં ૧૦૮૧૭ ભારતીયોનાં વિદેશમાં મોત થયા હતા. સૌથી વધુ ૩૭૫૪ ભારતીયો સાઉદીમાં, ૨૪૫૪ ભારતીયો યુએઈમાં, ૧૨૭૯ કુવૈતમાં, ૬૩૦ ઓમાનમાં, ૩૮૬ કતારમાં, ૩૧૨ બહેરિનમાં, ૨૫૪ અમેરિકામાં, ૨૧૬ ઈટાલીમાં અને ૧૬૬ સિંગાપોરમાં મૃત્યુ પામ્યા હતા. ૧૯ બ્રિટનમાં અને છ ભારતીય નાગરિકોના પાકિસ્તાનમાં મૃત્યુ થયા હતા. રજિસ્ટર જનરલ ઓફ ઈન્ડિયા (આરજીઆઈ) અંતર્ગત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ-૨૦૨૦ના અહેવાલમાં આ આંકડો જાહેર થયો હતો. નાગરિક ધારો-૧૯૫૫ની જોગવાઈ મુજબ આ નોંધણી થાય છે.