×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હોસ્પિટલ બેડ અને રેમડેસિવિરની વ્યવસ્થા ના થઈ શકતા સોનુ સુદ હતાશ, કહ્યુ કે આપણે ફેલ થઈ ગયા

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2021, મંગળવાર

કોરોનાની પહેલી લહેર વખતે લોકડાઉન દરમિયાન મજૂરોની ભારે મદદ કરીને લાઈમ લાઈટમાં આવેલા બોલીવૂડ એકટર સોનુ સુદને કોરોનાની બીજી લહેરે હંફાવી દીધો છે.

સોનુ સુદે સોશિયલ મીડિયા પર ભારે હૈયે લખ્યુ હતુ કે, સોમવારે મને 570 કોરોના બેડની વ્યવસ્થા કરવા માટે રિકવેસ્ટ મળી હતી પણ હું દર્દીઓ માટે 112 જ બેડની વ્યવસ્થા કરી શક્યો હતો.આ જ રીતે મને રેમડેસિવિર માટે 1477 રિકવેસ્ટ આવી હતી પણ હું માત્ર 18 ઈન્જેક્શનની વ્યવસ્થા કરી શક્યો હતો.

સોનુએ કહ્યુ હતુ કે, હા આપણે ફેલ થઈ ગયા છે. આપણી હેલ્થ કેર સિસ્ટમ પણ નિષ્ફળ થઈ ગઈ છે.

સોનુ સુદે જે એકરાક કર્યો છે તે ચોંકાવનારો એટલા માટે પણ છે કે, જો બોલીવૂડના વગદાર સ્ટારથી પણ દર્દીઓ માટે બેડ કે ઈન્જેક્શનની સુવિધા ના થઈ શકતી હોય તો સામાન્ય લોકો માટે કેવી પરિસ્થિતિ હશે તેની કલ્પના કરવી ને આવનારો સમય કેવો હશે તેના પર વિચારણા કરવી પણ મુશ્કેલ છે.